ફિલ્મી મેલા:​​​​​​​મુંબઈની ઉષા પ્રવીણ ગાંધી કોલેજ દ્વારા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓએ બનાવેલી શોર્ટ ફિલ્મો ફેસ્ટિવલમાં બતાવાશે - Divya Bhaskar
વિદ્યાર્થીઓએ બનાવેલી શોર્ટ ફિલ્મો ફેસ્ટિવલમાં બતાવાશે
  • મુંબઈની ઉષા પ્રવીણ ગાંધી કોલેજ દ્વારા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન

ફિલ્મ ફેસ્ટિવલ તો દુનિયાભરમાં ઘણા ઠેકાણે થાય છે. પરંતુ કોઈ કોલેજ શોર્ટ ફિલ્મોનો ફેસ્ટિવલ કરી રહી હોય એવું પહેલીવાર થઈ રહ્યું છે. મુંબઈની વિખ્યાત ઉષા પ્રવીણ ગાંધી કોલેજ આ વર્ષથી 'ફિલ્મી મેલા' નામથી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ કરી રહી છે. જેનો ટ્રેલર સમારંભ ગયા મહિને મીઠીબાઈ કોલેજના ઓડિટોરિયમમાં યોજાઈ ગયો. જેમાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા નૃત્યાંગના માધુરી ભાટિયા ઉપસ્થિત હતા.

હવે આ મહિનાની 27 અને 28 તારીખે આ ફેસ્ટિવલ મુકેશ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાઈ રહ્યો છે. આ સંદર્ભે ઉષા પ્રવીણ ગાંધી કોલેજની ફિલ્મ મેકિંગ શાખાના વડા આશિષ મહેતાએ જણાવ્યું હતું કે, અમારે અહીં વિદ્યાર્થીઓ ફિલ્મ, ટેલિવિઝન અને ન્યૂ મીડિયામાં ગ્રેજ્યુએટ થાય છે અને તેઓ વાર-તહેવારે વિવિધ વિષય પર નાની-મોટી ફિલ્મો બનાવે છે. તો પછી એમણે બનાવેલી ફિલ્મોનો આખો ફેસ્ટિવલ કેમ ના કરીએ. ત્યાંથી આ વિચાર ઉદ્ભવ્યો અને શરૂ થઈ ફિલ્મી મેલાની સફર. આવનારા વર્ષોમાં બહારના ફિલ્મ મેકરની ફિલ્મો પણ આ મેળામાં દર્શાવવામાં આવશે.

ઉષા પ્રવીણ ગાંધી કોલેજના પ્રિન્સીપાલ શ્રીમતી અંજુ કપૂરના જણાવ્યા મુજબ, આગામી પાંચ વર્ષમાં આ ફિલ્મી મેલાનું ફલક આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવાનું અમારું ધ્યેય છે. આ મહિને યોજાનાર ઉત્સવમાં પાત્રીસથી વધારે શોર્ટ ફિલ્મો પ્રદર્શિત કરાશે અને આ મેળામાં બોલિવુડ થતા ટેલિવિઝનની ઘણી સેલિબ્રિટી ઉપસ્થિત રહેશે.