આજથી અનલૉક-2 / ગુજરાતમાં રાત્રે 8 સુધી દુકાનો, 9 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ચાલુ રહેશે, ધંધા-ઉદ્યોગ પણ 8 વાગ્યા સુધી ચાલુ રહેશે

ફાઇલ તસવીર.
ફાઇલ તસવીર.
X
ફાઇલ તસવીર.ફાઇલ તસવીર.

 • ખાનગી બસો પણ ગુજરાત એસટીના જાહેર કરાયેલા નિયમો પ્રમાણે રાજ્યમાં દોડશે
 • સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ પ્રેક્ષકો વગર ખોલી શકાશે, લાઈવ ટેલિકાસ્ટ કરી શકાશે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 05:35 AM IST

અમદાવાદ. કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક-2 જાહેર કર્યા પછી ગુજરાત સરકારે તેમાં આંશિક ફેરફાર કરીને તા. 31 જુલાઇના રાત્રિના 12-00 કલાક સુધી અનલૉક-2ની જાહેરાત કરી છે. રાજય સરકારે વેપાર,ધંધા ખુલા રાખવાના સમયમાં એક કલાકનો વધારો કરીને સવારના 8થી રાત્રિના 8 કલાક એટલે કે 12 કલાક સુધી સતત ખુલ્લા રાખવાને મંજૂરી આપી છે. જયારે ખાણી-પીણી અ્ને રેસ્ટોરન્ટ રાત્રિને 9 કલાક સુધી ખુલા રાખી શકાશે. જો કે, કર્ફ્યૂના સમયમાં સરકારે કોઇ ફેરફાર કર્યો નથી અને રાત્રિના 10થી સવારના 5 કલાક સુધી યથાવત રાખ્યો છે.

અનલૉક-2માં રાજય સરકારે કેન્દ્ર સરકારના મોટાભાગના નિર્ણયને યથાવત રાખ્યા છે. શાળા-કોલેજોમાં કાર્યાલય ચાલુ પણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે. શાળાઓને ડિસ્ટન્સ લર્નીંગને પ્રાધાન્ય આપવાની હીમાયત સરકારે કરી છે. કન્ટેઇન્મેન્ટ ઝોન અને માઇક્રો કન્ટમેન્ટ ઝોનમાં જીવન જરૂરિયાતની વસ્તુંઓનું વેચાણ સમગ્ર ગુજરાતમાં સવારના 7થી સાંજના 7 કલાક દરમિયાન જ થઇ શકશે.

શેમાં છૂટ મળી

 • દુકાન,ધંધા વેપાર રાત્રિના 8 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે 
 • રેસ્ટોરન્ટ-ખાણીપીણી રાત્રિના 9 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે 
 • કન્ટેઇન્મેન્ટ ઝોનમાં રહેતા વેપારી,કર્મચારીઓ ધંધા-વેપાર કે નોકરીએ જઇ શકશે નહીં 
 • ખાનગી બસો અમદાવાદ-સુરત માટે જીએસઆરટીસીની જાહેર કરાયેલી શરતો પ્રમાણે ચલાવી શકાશે,એ જ રીતે અન્ય વિસ્તારમાં પણ ખાનગી બસ જીએસઆરટીસીની શરતો પ્રમાણે ચલાવી શકાશે. 
 • હોટેલ,રેસ્ટોન્ટ અને બીજી હોસ્પિટાલિટી સર્વિસીઝ તા. 8 જૂનથી અમલમાં મુકાયેલી માર્ગદર્શિકા પ્રમાણે ચાલુ કરી શકાશે 
 • સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને સ્ટેડિયમ પ્રેક્ષકો વગર ખોલી શકાશે,પ્રેક્ષકોને મંજૂરી નથી. લાઇવ ટેલિકાસ્ટ કરી શકાશે.

બેન્કોમાં લઘુતમ બેલેન્સની મર્યાદા પર ફરી ચાર્જ
આજથી અનલૉક-2 શરૂ થઈ રહ્યું છે. મોટાભાગની બેન્કો હવે બેન્કિંગ ચાર્જ વસૂલવાનું શરૂ કરશે. બેન્ક ખાતામાં નિશ્ચિત મર્યાદાથી ઓછું બેલેન્સ હશે તો બેન્કો હવે ચાર્જ વસૂલશે. એસબીઆઈમાં લઘુત્તમ બેલેન્સ 3000 રાખવું પડે છે. ગ્રામીણ ક્ષેત્રમાં આ મર્યાદા 2000ની છે. એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ જેવી બેન્કોમાં રૂ. 10000નું બેલેન્સ જાળવવું પડે છે. આ ઉપરાંત પહેલાની જેમ અન્ય બેન્કના એટીએમમાંથી નિશ્ચિત મર્યાદા કરતા વધુવાર ઉપાડ કરાશે તો ચાર્જ લાગશે. 

રેલવેના ઘણા નિયમોમાં પણ આજથી ફેરફાર

 • રેલવેમાં હવે તત્કાલ ટિકિટ રદ કરાવતાં 50 ટકા રિફંડ મળશે. હાલમાં તત્કાલ ટિકિટ કેન્સલ કરાવાતા કોઈ રિફન્ડ મળતુંન હોતું. 
 • આ ઉપરાંત વેઇટિંગ લિસ્ટની ટિકિટ મળશે નહીં. રેલવેએ નક્કી કર્યું છે કે માત્ર કન્ફોર્મ ટિકિટ જ અથવા આરએસી ટિકિટ આપવામાં આવશે. 
 • અટલ પેન્શન યોજના પર હવે ઓટો ડેબિટની સુવિધા મળશે. 1 જુલાઈથી આ યોજનામાં નાણા રોકનારને આ સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી