તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનલોક 2:રાજ્યમાં આવતીકાલથી દુકાનો 8 વાગ્યા સુધી-રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે, રાતના 10થી સવારના 5 સુધી કર્ફ્યુ

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં 1 જૂલાઈથી અનલોક 2નો પ્રારંભ થઈ રહ્યો છે. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવતીકાલ એટલે કે 1 જુલાઈથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે. 

આ પહેલા અનલોક 1માં સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનો લાદવામાં આવ્યો હતો. આમ હવે દુકાન ધારકોને એક કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને બે કલાકની વધુ રાહત આપી છે. જ્યારે કર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser