બે-બે મહિલાની જિંદગી બગાડી:અમદાવાદમાં દુષ્કર્મના આરોપીની ધરપકડ બાદ ચોંકાવનારો ખુલાસો, અન્ય મહિલાને પણ હવસનો શિકાર બનાવી હતી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વટવામાં બાળકોને મારી નાખવાની ધમકી આપી મહિલા પર દુષ્કર્મ આચર્યું
  • અગાઉ પણ મહિલા પર દુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યો છે

અમદાવાદના વટવા વિસ્તારમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનેગારની ધરપકડ કરી તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ગુનામાં પકડાયેલો આરોપી અગાઉ પણ બળાત્કારના ગુનાને અંજામ આપી ચુક્યો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ શખ્સ બે મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

બાળકોને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું
વટવા પોલીસની ગિરફતમાં દેખાતા આરોપીનું નામ અઝહર ઉર્ફે અમન બાબાખાન પઠાણ છે. વટવા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ આરોપી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, જેમાં 25 નવેમ્બર 2021ના રોજ બપોરના સમયે મહિલા પોતાના ઘરેથી બહાર નીકળી રહી હતી, તે સમયે તેના ઘરની નજીકમાં જ રહેતા આરોપી અઝહર પઠાણે તેના પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી પોતાની સાથે એક રૂમમાં લઇ જઈ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.

અવાર નવાર મહિલાને હેરાન કરતા
આ ઘટનાથી હેતબાઇ ગયેલી મહિલાએ પતિને જાણ કરતા તેના પતિએ વટવા વિસ્તાર છોડી અન્ય વિસ્તારમાં રહેવાનું નક્કી કરી વટવા મૂકી દાણીલીમડા તરફ રહેવા જતા રહ્યા હતા.જોકે આરોપી દ્વારા તે બાદ પણ અવાર નવાર મહિલાને મળવાનું કહી પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપતા અંતે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે અઝહર ઉર્ફે અમન બાબાખાન પઠાણની ધરપકડ કરી છે.

અગાઉ પણ એક મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું
આરોપીની પૂછપરછ હાથ ધરતા સામે આવ્યું કે આરોપી પોતે પરિણીત છે અને આજ પ્રકારથી તેણે અગાઉ પણ વટવા વિસ્તારમાં જ એક મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે ગુનામાં જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. ત્યારે પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે. બળાત્કાર જેવા ગંભીર પ્રકારના બે ગુના આરોપી સામે નોંધાતા પોલીસે આરોપીનો ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...