તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવરંજની હિટ એન્ડ રન કેસ:અમદાવાદમાં ગુરૂદ્વારા પાસે વેન્ટો કારમાં બેસી હોમગાર્ડ જવાને ચાલકને i20નો પીછો કરાવ્યો, પોલીસે ઝડપી પાડ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
i20 કારે શ્રમજીવી પરિવારને કચડ્યો હતો - Divya Bhaskar
i20 કારે શ્રમજીવી પરિવારને કચડ્યો હતો
  • હોમગાર્ડ જવાન એસજી હાઈવે પરના ગુરૂદ્વારા પોઇન્ટ પર ફરજ બજાવતો હતો
  • i20 કારે અકસ્માત સર્જાયો પછી જવાને પરત ગુરૂદ્વારા મુકી જવા ધીર પટેલને દબાણ કર્યું

શિવરંજની હિટ એન્ડ રન કેસમાં વેન્ટો કારમાં બેસી i20 કારનો પીછો કરનાર હોમગાર્ડ હોવાનું સામે આવ્યું છે. i20 ચલાવતાં પર્વ શાહે શ્રમજીવી પરિવારને ફંગોળ્યું હતું અને એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 1 જુલાઈએ પોલીસે વેન્ટો કારના ચાલકને શોધી કાઢ્યો હતો. ચાલકે જ હોમગાર્ડ જવાન અંગેની માહિતી પોલીસને આપી હતી અને તેને i20 કારનો પીછો કરવા હોમગાર્ડ જવાને કહ્યું હોવાનું જણાવ્યું હતું.

ગુરૂદ્વારા પાસેથી હોમગાર્ડ જવાને વેન્ટોમાં બેસી પીછો કરાવ્યો
હિટ એન્ડ રન કેસમાં આરોપી પર્વ શાહે વેન્ટો કારમાં પોલીસ પીછો કરતી હોવાથી સ્પીડમાં કાર ચલાવી હોવાની વાત પોલીસને જણાવી હતી. જેને લઇ એન ડિવિઝન ટ્રાફિક પોલીસે વેન્ટો ગાડી અંગે તપાસ શરૂ કરી હતી. વેન્ટો કારચાલક ધીર પટેલની પૂછપરછ કરતાં ગુરૂદ્વારા પાસેથી હોમગાર્ડ જવાને કારમાં બેસી ગાડી પીછો કરવાનું કહ્યું હોવાનું જણાવ્યું હતું. જે મામલે આજે 2 જુલાઈએ એન ડિવિઝન ટ્રાફિક પોલીસે હોમગાર્ડ જવાનની અટકાયત કરી છે.

i20 કારનો પીછો કરતા અકસ્માત સર્જાયાનો ચાલકે દાવો કર્યો હતો
i20 કારનો પીછો કરતા અકસ્માત સર્જાયાનો ચાલકે દાવો કર્યો હતો

અકસ્માત બાદ હોમગાર્ડ જવાને કારચાલકને પરત મૂકવા દબાણ કર્યું
વેન્ટો કારમાં બેસીને ચાલકને પીછો કરવાનું કહેનાર હોમગાર્ડ જવાનનું નામ પરબત ઠાકોર હોવાનું બહાર આવ્યું છે. એસજી હાઈવે પર આવેલા ગુરૂદ્વારા પોઇન્ટ પર ફરજ બજાવતો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા હોમગાર્ડ જવાન નિવેદન લેવામાં આવી રહ્યું છે. પોલીસ મુજબ પર્વ શાહની i20 કારનો પીછો કરવાનું હોમગાર્ડ જવાને કહ્યું હતું. જો કે i20 કારે અકસ્માત સર્જાયો ત્યારબાદ તેને પરત ગુરૂદ્વારા મુકી જવાનું ધીર પટેલને દબાણ કર્યું હતું. પોલીસ દ્વારા હોમગાર્ડ જવાનનું નિવેદન લીધા બાદ શું તેની સામે કોઈ કાર્યવાહી થશે?

અકસ્માત સર્જી પર્વ શાહ પોલીસ શરણે થયો હતો
29 જૂનની રાતે અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે i20 કારથી શ્રમજીવી પરિવારને ફંગોળનારા પર્વ શાહ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. પર્વ શાહ અકસ્માત બાદ થોડી કલાકોમાં જ પોલીસના શરણે આવી ગયો હતો. પર્વએ પોલીસને કહ્યું હતું કે, પોલીસની કાર તેની પીછો કરી રહી હતી. હવે પોલીસે આ કાર ચાલકને શોધી લીધો છે. બ્લેક કલરની વેન્ટો કારનો ચાલક ધીર પટેલ નીકળ્યો છે.

i20 કાર ચલાવનાર પર્વ શાહની પોલીસે ધરપરક કરી હતી
i20 કાર ચલાવનાર પર્વ શાહની પોલીસે ધરપરક કરી હતી

શિવરંજની હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહ જેલ ભેગો
શિવરંજની હિટ એન્ડ રન કેસમાં આત્મસમર્પણ કરનાર આરોપી પર્વ શાહને બુધવારે મિર્ઝાપુર કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. જેમાં પોલીસે તમામ લોકોના નિવેદનો સાથે એક રિપોર્ટ તૈયાર કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી હતી. આ કેસમાં પોલીસે 3 દિવસના રિમાન્ડની કોર્ટ સમક્ષ માંગણી કરી હતી, પરંતુ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. રિમાન્ડની મર્યાદા પૂર્ણ થતાં તેને 1 જુલાઈએ ફરીવાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે આરોપી પર્વને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. હવે પોલીસ આરોપીના નિવેદનને આધારે ઘટનાસ્થળે જઈને CCTVની મદદ થી તપાસ હાથ ધરી હતી.