તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટોત્સવ:અમદાવાદમાં SGVP ગુરુકુલ-છારોડી ખાતે શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું, મુખ્યમંત્રી વિજય રુપાણીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
મુખ્યમંત્રી રૂપાણીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી - Divya Bhaskar
મુખ્યમંત્રી રૂપાણીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી
 • ઘનશ્યામ મહારાજને ગુલાબી વાઘા ધરાવી, 200 ઉપરાંત વાનગીઓના અન્નકૂટ ધરાવવામાં આવ્યો

વસંત પંચમીના રોજ વહેલી સવારે એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ માં વિરાજીત શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે, વૈદિક મંત્રો સાથે ઠાકોરજીને અડાલજ વાવના પવિત્ર જળ, ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, ફળોના રસ, સપ્તનદીઓના જળ, પંચગવ્ય વગેરેથી શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજને વહેલી સવારે માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને હરિસ્વરુપદાસજી સ્વામીના હસ્તે અભિષેક કરવામાં આવ્યો હતો. તેની સાથે કોરોના સંક્રમિત થયેલા મુખ્યમંત્રી રૂપાણીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી
200 ઉપરાંત વાનગીઓના અન્નકૂટ ધરાવવામાં આવ્યો
ત્યાર બાદ રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજને ગુલાબી વાઘા ધરાવી, 200 ઉપરાંત વાનગીઓના અન્નકૂટ ધરાવી, માધવપ્રિયદાસજી સ્વામી અને બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે આરતિ ઉતારવામાં આવી હતી.અભિષેક બાદ સમૂહમાં શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવેલ ત્યાર બાદ પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું રહસ્ય સમજાવતા જણાવ્યું હતું કે શિક્ષાપત્રી તો વચન અને આદેશનો ગ્રન્થ છે. શિક્ષાપત્રી તો ગાગરમાં સાગર છે. શિક્ષાપત્રી તો તમામ શાસ્ત્રોનો સાર છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોના કલ્યાણ માટે શિક્ષાપત્રી લખેલ છે. શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મુખ્યમંત્રી રૂપાણીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી
અંતમાં લોક હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ હાસ્યસભર શૈલીમાં કોરોનાથી કેટલા લાભ થયા છે તેની વાત કરી હતી.ગુજરાતમાં ગૌરવવંતા, સેવા ભાવી અને ધાર્મિક વૃતિના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીને કોરોનાની અસર થતા, સારાયે ગુજરાતમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે ત્યારે ઓન-લાઇન એસજીવીપી ગુરુકુલમાં ચાલી રહેલ ઘનશ્યામ મહારાજના પાટોત્સવ અને શિક્ષાપત્રી જયંતીના પ્રસંગે યોજાયેલ ધર્મસભામાં પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ અને સંતો હરિભકતોએ વિજયભાઇ જલ્દી સાજા થાય તે માટે ભગવાનની ધૂન અને પ્રાર્થના કરી હતી. સભાનું સંચાલન ભાનુભાઇ પટેલ અને ભકિતવેદાંતસ્વામીએ સંભાળેલ હતું. પાટોત્સવ પ્રસંગે ઠાકોરજીને ધરાવેલ અન્નકૂટનો તમામ પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો