પોલીસ પર હુમલો:અમદાવાદમાં સામાન્ય તકરાર બાદ રિક્ષાવાળાએ પોલીસ કર્મીને બે લાફા ઝીંકી દીધા,વીડિયો વાયરલ

અમદાવાદ11 દિવસ પહેલા
  • ગાયકવાડ હવેલી પોલીસે હુમલો કરનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી
  • સામાન્ય તકરાર બાદ રિક્ષાચાલક ઉશ્કેરાઇ ગયો અને હુમલો કર્યો

છેલ્લા ઘણા સમયથી પોલીસ પર હુમલો થયા હોવાના બનાવ સામે આવી રહ્યા છે, થોડા સમય અગાઉ નરોડામાં પોલીસ કર્મચારીઓને દોડાવી દોડાવીને માર્યા હતા, ત્યારે હવે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં એક ટ્રાફિક કર્મચારીને રિક્ષા ચાલકે બે લાફા ઝીંકી દીધા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ સમગ્ર બનાવમાં પોલીસે ગુનો નોંધી પોલીસ પર હુમલો કરનાર વ્યક્તિની ધરપકડ કરવા માટે પ્રયાસો શરુ કર્યા છે.

પહેલા ટ્રાફિક કર્મચારી અને રિક્ષા ચાલક વચ્ચે તકરાર થઇ
અમદાવાદ શહેરમાં એક ટ્રાફિક કર્મચારી સાથે રિક્ષાચાલક મારમારી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોના આધારે પોલીસે તપાસ કરતા આ બનાવ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બન્યો હોવાનું સામે આવી છે. આ વીડિયોમાં દેખાતા દૃશ્ય પ્રમાણે ટ્રાફિક કર્મચારી અને રિક્ષા ચાલક વચ્ચે તકરાર થઇ છે, જેમાં એક વ્યક્તિએ ઉશ્કેરાઇને ટ્રાફિક કર્મચારીને લાફા ઝીંકી દે છે આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પી.આઇ સોલંકી દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આ વીડિયો અમારા વિસ્તારમાં છે ટ્રાફિકમાં વાહન રોકવા સંદર્ભે થયેલી ઉગ્ર બોલાચાલી દરમિયાન આ વિડિયો છે જે સંદર્ભે અમે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...