તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

​​​​​​​અમદાવાદીઓએ દિશા બદલી:શેલ્બી હોસ્પિટલનું ડ્રાઇવ થ્રુ પેઇડ વેક્સિનેશન ફ્લોપ, 3 કલાકમાં 60 લોકોએ જ વેક્સિન લીધી, રજિસ્ટ્રેશન અને વેક્સિનેશન ડોમ ખાલીખમ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવરંગપુરા સ્ટેડિયમમાં શેલ્બી હોસ્પિટલના ડ્રાઇવ થ્રુ પેઇડ વેક્સિનેશનમાં ગણતરીના લોકો આવ્યા
  • GMDC ખાતે પણ બે દિવસની ભીડ બાદ હવે લાઇનો ઘટી ગઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ખાનગી હોસ્પિટલો દ્વારા ડ્રાઈવ થ્રુ પેઈડ વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં અપોલો હોસ્પિટલ દ્વારા GMDC ગ્રાઉન્ડમાં સ્પોટ પર રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિન આપવામાં આવી રહી હતી. ત્યારે આજથી નવરંગપુરાના સરદાર સ્ટેડિયમ ખાતે પણ શેલ્બી હોસ્પિટલ દ્વારા પેઈડ વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. શરૂઆતના 2 દિવસ લોકોની ભીડ GMDC ખાતે જોવા મળી હતી, પરંતુ શેલ્બી હોસ્પિટલ દ્વારા સ્ટેડિયમમાં શરૂ કરવામાં આવેલું વેક્સિનેશન ફ્લોપ ગયું છે, શરૂઆતના 3 કલાકમાં માત્ર 60 જેટલા લોકોએ જ વેક્સિન લીધી છે.

શેલ્બીનો રોજ 500 ડોઝનો ડાર્ગેટ, પણ બે જ ડોમ ચાલુ થયા
અપોલો હોસ્પિટલની જેમ શેલ્બી હોસ્પિટલ દ્વારા AMCના સહકારથી ડ્રાઈવ થ્રુ પેઈડ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. 1000 રૂપિયાના દરે કારમાં બેઠેલી વ્યક્તિઓને કારમાં જ વેક્સિન આપવામાં આવી રહી છે. વેક્સિન લેવા આવનારા માટે એડવાન્સ રજિસ્ટ્રેશન પણ જરૂરી નથી. સ્થળ પર આવીને જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવે છે અને વેક્સિન આપવામાં આવે છે. રોજ 500 લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે, જેની માટે 3 ડોમ રજિસ્ટ્રેશનના રાખવામાં આવ્યા છે, જ્યારે 3 ડોમ વેક્સિનેશન આપવા માટે રખાયા છે, પરંતુ બન્નેના 2-2 ડોમ જ ચાલુ થયા છે.

1000 રૂપિયાના દરે કારમાં બેઠેલી વ્યક્તિઓને કારમાં જ વેક્સિન આપવામાં આવી રહી છે.
1000 રૂપિયાના દરે કારમાં બેઠેલી વ્યક્તિઓને કારમાં જ વેક્સિન આપવામાં આવી રહી છે.

3 કલાકમાં 60 લોકોએ જ પેઈડ વેક્સિન લીધી
GMDC ગ્રાઉન્ડથી શરુ થયેલા પેઈડ વેક્સિનેશનમાં પ્રથમ દિવસે 250થી વધુ કારચાલકો લાઈનમાં જોવા મળ્યા હતા, એ બાદ બીજા દિવસે ભીડ ઓછી જોવા મળી હતી અને આજે ત્રીજા દિવસે પણ ભીડ સતત ઓછી થઇ રહી છે, ત્યારે શેલ્બી હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવી રહેલા 1000 રૂપિયામાં વેક્સિનેશન પ્રથમ દિવસે જ ફ્લોપ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પ્રથમ દિવસ હોવા છતાં ખૂબ જ ઓછા લોકો દેખાઈ રહ્યા છે. શરૂઆતના 3 કલાકમાં માંડ 60 લોકોએ જ પેઈડ વેક્સિન લીધી હતી.

3 ડોમ રજિસ્ટ્રેશનના રાખવામાં આવ્યા છે, જ્યારે 3 ડોમ વેક્સિનેશન આપવા માટે રખાયા છે
3 ડોમ રજિસ્ટ્રેશનના રાખવામાં આવ્યા છે, જ્યારે 3 ડોમ વેક્સિનેશન આપવા માટે રખાયા છે

અમને વેક્સિન રૂ.750માં પડે છે: શેલ્બી હોસ્પિટલના ચેરમેન

શેલ્બી હોસ્પિટલના ચેરમેન વિક્રમ શાહે જણાવ્યું હતું કે ના નફા ના નુકસાનના ધોરણે વેક્સિન ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ. આજે 500 લોકોને વેક્સિન આપવામાં આવશે, કાલથી વધુ વેક્સિન અપવામાં આવશે. ત્રીજી વેવ પહેલાં વધુમાં વધુ લોકોને વેક્સિન આપીએ તેવો અમારો પ્રયત્ન છે. વેક્સિનના ડોઝ સરકારની ગાઈડલાઈન્સ મુજબ, સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા જથ્થો આપવામાં આવ્યો છે. વેક્સિન અમને 750 રૂપિયામાં પડે છે અને 250 રૂપિયા અમારો ચાર્જ છે. AMC શક્ય એટલો ચાર્જ ઘટાડવા કહ્યું છે, અમે પ્રયત્ન કરીશું. AMCએ ફાળવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં કોઈ ભાડું લેવામાં આવ્યું નથી. ગાડીવાળાઓને સારી સગવડ જોઈએ છે, 1 હાજર રૂપિયા પોસાતા નથી એવું નથી.

શરૂઆતના 3 કલાકમાં માંડ 60 લોકોએ જ પેઈડ વેક્સિન લીધી હતી.
શરૂઆતના 3 કલાકમાં માંડ 60 લોકોએ જ પેઈડ વેક્સિન લીધી હતી.

વિનામૂલ્યે વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન થતું નથી
એક તરફ, સરકાર દ્વારા વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે, જેમાં રજિસ્ટ્રેશન કરવામાં લોકોને મુશ્કેલી થઇ રહી છે, ત્યારે બીજી તરફ કોર્પોરેશનના સહયોગથી ડ્રાઈવ થ્રુ પેઈડ વેક્સિનેશન શરૂ કર્યું છે, જેમાં સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરીને વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે હવે લોકો પણ કોર્પોરેશનની નીતિ સમજી ગયા હોય તેમ પેઈડ વેક્સિન લેવાનું ટાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

લોકો પણ કોર્પોરેશનની નીતિ સમજી ગયા હોય એમ પેઈડ વેક્સિન લેવાનું ટાળી રહ્યા હોય એવો નજારો.
લોકો પણ કોર્પોરેશનની નીતિ સમજી ગયા હોય એમ પેઈડ વેક્સિન લેવાનું ટાળી રહ્યા હોય એવો નજારો.