તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વસ્ત્રાપુર પોલીસની શી ટીમ અઠવાડિયાથી સિનિયર સિટીઝન મહિલાને આઈસીયુમાં દાખલ તેમના પતિ માટે ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે લઈ જાય છે.
જજિસ બંગલા વિસ્તારના શ્યામ કૃપા એપાર્ટમેન્ટમાં અનસૂયા દેસાઈ સૌરાષ્ટ્ર યુનિ.ના નિવૃત્ત કુલપતિ અને તેમના પતિ પતિ જયેશ દેસાઈ (89) સાથે રહે છે. જયેશભાઈને 4 મેએ આઈસીયુમાં દાખલ કરાયા હતા, પરંતુ તેમની દીકરી અમેરિકા હોવાથી અને તેમના દીકરાનો ફ્લેટ ક્લસ્ટર ક્વોરન્ટાઈન હોવાથી બંને હોસ્પિટલ આવી શકે તેમ નથી.
આ અંગે અનસૂયાબેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જઈને કહ્યું કે, મારા પતિ આઈસીયુમાં દાખલ છે, તેમની દવા લેવા ઘરે જવું છે, જો તમે રિક્ષા મગાવી આપો તો આપનો આભાર. એટલે શી ટીમ તેમને ઘરે લઈ ગઈ. ત્યારબાદ ઘરેથી દવા લીધી અને પાછાં હોસ્પિટલ લાવ્યાં. પતિની સારવાર ચાલુ થતાં અનસૂયાબેને શી ટીમનો આભાર માન્યો હતો. શી ટીમે કહ્યું, ગમે ત્યારે અમને ફોન કરજો તો અમે આવી જઈશું.
પરપ્રાંતીયોને ફોર્મ ભરવામાં 50 ‘શી’ ટીમ મદદ કરશે
શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, પરપ્રાંતીયોને વતનમાં મોકલવા ફોર્મ ભરવા તેમ જ ડિજિટલ એપ્લિકેશન કરવાની કામગીરીમાં મદદરૂપ થવા માટે પોલીસની 50 શી ટીમને કામે લગાડાશે. આ ટીમ ટ્રેન સહિતની તમામ માહિતી પૂરી પાડશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.