તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્સાહ ભારે પડી શકે છે:કોરોના વેક્સિનેશનનું સર્ટિફિકેટ સોશિયલ સાઈટ્સ પર શેર કરવાથી તમને આર્થિક નુકસાન થવાની શક્યતા

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસી લેનાર પોતાની તસવીરો અને વેક્સિનેશનનું સર્ટિફિકેટ સોશિયલ સાઈટ્સ પર શેર કરતા જોવા મળે છે

હાલ રાજ્યમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે રાજ્ય સરકાર 11થી 14 એપ્રિલ સુધી 'ટીકા ઉત્સવ' પણ ઉજવી રહી છે. ત્યારે 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે. તેવામાં રસી લેનાર પોતાની તસવીરો અને વેક્સિનેસનનું મળેલું સર્ટિફિકેટ સોશિયલ સાઈટ્સ પર શેર કરતા જોવા મળે છે. ત્યારે તેમણે ઉત્સાહમાં આવીને કરેલી ભૂલ તેમને ભારે પડી શકે છે. કેમ કે આ સર્ટિફિકેટ તેમના આર્થિક નુકસાનીનું ભોગ બનાવાનું કારણ બની શકે છે.

વેક્સિનેશન સર્ટિમાં આધાર, પાન સહિતની વિગતો
ગુજરાતના જાણીતા સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા જણાવે છે કે, કોરોના વેક્સિનેશન બદલ મળતા સર્ટિફિકેટને સોશિયલ મીડિયા પર શેર કરવાનું ટાળવું જોઈએ. તે આપને ખૂબ જ આર્થિક રીતે નુકસાન પહોંચાડી શકે છે. કારણ જાણી તમે ચોંકી જશો. કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટમાં નાગરિકના આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઇલ નંબર સહિતની વિગતો દર્શાવવામાં આવે છે. જે તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી હોય છે. જેનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો આપને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.

લોકો સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે- પ્રતિકાત્મક તસવીર
લોકો સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે- પ્રતિકાત્મક તસવીર

સોશિયલ સાઈટ્સ પર લોકો એક્ટિવ
સોશિયલ મીડિયા પર અવનવા ટ્રેન્ડ આવતા જતા હોય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપશપ કરવા માટે તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે. WhatsApp, Facebook, Instagram, Twitter, YouTube જેવી એપ્લિકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. કોરોના વેક્સિનેશન બદલ મળતા સર્ટિફિકેટ તમે સોશિયલ મીડિયામાં શેર કર્યું હોય તો તમને ખૂબ જ આર્થિક રીતે નુકસાન થઇ શકે છે.

એકવારની પોસ્ટ હંમેશા માટે રહે છે
સાયબર એક્સપર્ટ ત્રાપસીયાએ જણાવ્યું કે, ‘થિંક બિફોર યુ ક્લિક, થિંક બિફોર યુ પોસ્ટ, થિંક બિફોર યુ ચેટ’ સુત્ર સાથે ડિઝિટલ ફૂટપ્રિન્ટના કન્સેપ્ટને સમજવાની જરૂર છે. પોસ્ટ, સ્ટેટસ કે ફોટોગ્રાફ એક વખત સોશિયલ મીડિયા પર મુક્યા પછી તે હંમેશ માટે રહે છે, માટે તેનો ઉપયોગ ખુબ સમજદારીપૂર્વક તે અંગે ખાસ તકેદારી રાખવી જોઈએ. સોશિયલ મીડિયાથી થતાં નુકસાનની સાથે તેના સાચા ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવી સાયબર ક્રાઈમનો ભોગ બનતાં અટકાવી શકાય છે.

સાયબર ક્રાઈમ સામે ગુજરાતમાં રેન્જ કક્ષા અને મોટા શહેરોમાં પોલીસ સ્ટેશનો
સાયબર ક્રાઈમ સામે ગુજરાતમાં રેન્જ કક્ષા અને મોટા શહેરોમાં પોલીસ સ્ટેશનો

રાજ્ય અને કેન્દ્ર સ્તરે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી શકાય
ગુજરાત સરકારે gujaratcybercrime.org નામની વેબસાઈટે લોન્ચ કરી છે જેના પર તમે તમારી સાથે થાયે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી શકો છો. તેમજ કેન્દ્ર સરકારની cybercrime.gov.in આ વેબસાઈટ પણ ફરિયાદ નોંધાવી શકો છો. ગુજરાતમાં સાયબર સુરક્ષા માટે‘વિશ્વાસ’ અને ‘આશ્વસ્ત’ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે અલગ અલગ યુનિટ કાર્યરત છે. જેથી સાયબર ક્રાઈમનો ભોગ બનનારની સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે.

અન્ય સમાચારો પણ છે...