ભારતીય શેરબજારમાં ભૂકંપ:ગુજરાતની કંપનીના શેર 10 % સુધી તૂટ્યા, રાજ્યના રોકાણકારોએ એક જ દિવસમાં 1 લાખ કરોડ ગુમાવ્યા

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોકાણકારોએ એક જ દિવસમાં ગુમાવેલા 8.5 લાખ કરોડમાં ગુજરાતનો સરેરાશ 12 ટકા હિસ્સો, અદાણી જૂથના શેરોમાં સૌથી વધુ ધોવાણ થયું

યુક્રેન અને રશિયા વચ્ચે જિઓ પોલિટિકલ ઇશ્યૂના કારણે ભારતીય શેરબજારમાં ભૂકંપ આવ્યો છે. સેન્સેક્સમાં એક વર્ષનો સૌથી મોટો એક દિવસીય 1747.08 પોઈન્ટ ઘટીને 56,405.84 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 531.95 પોઇન્ટ ઘટીને 16842.80 પર બંધ રહ્યો હતો. માર્કેટમાં ઘટાડાના પગલે ગુજરાતની અને ખાસ કરીને અમદાવાદની ટોચની કંપનીઓના શેરમાં સરેરાશ બેથી 10 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. સૌથી વધુ ઘટાડો અદાણી ગ્રૂપમાં જોવા મળ્યો હતો. દેશના રોકાણકારોની મૂડી એક જ દિવસમાં 8.5 લાખ કરોડ ઘટી છે, જેમાં ગુજરાતના સરેરાશ 12 ટકા હિસ્સાને ધ્યાનમાં લેતા એક લાખ કરોડથી વધુનું નુકસાન ગુજરાતીઓને થયું છે.

જોકે દરેક ઘટાડે રોકાણકારો દાખલ થઈ રહ્યા છે. આજના વર્ષના સૌથી મોટા એકદિવસીય ઘટાડામાં પણ સ્થાનિક રોકાણકારોએ સરેરાશ 2170.29 કરોડની ખરીદી કરી હતી જ્યારે વિદેશી રોકાણકારોએ 4253.70 કરોડની વેચવાલી નોંધાવી હતી. ગુજરાતી રોકાણકારો ખોટને નફામાં પરિવર્તિત કરવામાં માહેર છે. આજના કરેક્શનમાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ ધ્યાનમાં રાખી પસંદગીના સેક્ટોરલ ઇન્ડેક્સમાં ખરીદી કરી હોવાનું જાણકારોનું કહેવું છે. એટલું જ નહિ આગામી બે-ત્રણ દિવસ હજુ પણ કરેક્શન સંભવ છે. આવા સંજોગોમાં ગુજરાતી રોકાણકારો પસંદગીની સ્ક્રીપ્સમાં ખરીદી કરે તેવું અનુમાન માર્કેટ નિષ્ણાતો દર્શાવી રહ્યા છે.

ટોચની કંપનીઓના સ્ટોક્સમાં ઘટાડો નોંધાયો

કંપનીઘટાડો (%)
અદાણી પાવર-9.05
સન ફાર્મા-6.74 ટકા
અદાણી એન્ટરપ્રાઇઝ-5.65 ટકા
અદાણી ટ્રાન્સમિશન-4.98 ટકા
અદાણી ટોટલ-4.07 ટકા
કંપનીઘટાડો (%)
અદાણી પોર્ટ્સ-3.83 ટકા
ટોરેન્ટ પાવર-3.30 ટકા
ટોરેન્ટ ફાર્મા-1.32 ટકા
અદાણી વિલમર-1.21 ટકા
ઝાયડસ વેલનસ-1.20 ટકા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...