તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:શારદાબેન હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી ઝાડા-ઊલ્ટી કરે તો સ્વજનોને સાફ કરવા બોલાવાય છે, એ પણ PPE કિટ વગર

અમદાવાદ25 દિવસ પહેલા
હોસ્પિટલ બહાર ઊભેલાં દર્દીઓનાં સગાં.
  • 2 દિવસથી કોરોના હોસ્પિટલ શરૂ થઈ છતાં ત્યાં કોઈ સુવિધા ન મળતી હોવાનો દર્દીનાં સ્વજનોનો આક્ષેપ
  • હોસ્પિટલની બહાર ઊભા રહેલા બાઉન્સર ગેરવર્તણૂક કરતા હોવાનો પણ આરોપ

કોરોનાના કેસ વધતા સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. શારદાબેન હોસ્પિટલમાં બુધવારથી કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. 2 દિવસથી દર્દીઓના સગાઓ હોસ્પિટલની બહાર જ દર્દીના સાજા થવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે કોરોના પોઝિટિવ દર્દી જ્યારે ઝાડા-ઊલ્ટી કરે અથવા કપડાં બગડે તો એ બદલવા પણ બહારથી પરિવારજનોને PPE કિટ વિના જ હોસ્પિટલમાં બોલાવવામાં આવે છે અને સાફસફાઈ કરાવવામાં આવે છે.

દર્દીના સ્વજનો બહાર બેસી રહે છે
સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં 2 દિવસથી કોરોના દર્દીઓને જ દાખલ કરવામાં આવી રહ્યા છે. 2 દિવસથી કોરોના માટે હોસ્પિટલ શરૂ થઈ હોવા છતાં હોસ્પિટલમાં કોઈ સુવિધા ના મળતી હોવાનો દર્દીના સ્વજનોનો આક્ષેપ છે. દર્દીના સ્વજનોને બહાર બેસાડવામાં આવે છે. દર્દીને જરૂરિયાતની વસ્તુઓ પણ આપવા દેવામાં આવતી નથી. હોસ્પિટલની બહાર ઊભા રહે બાઉન્સર દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે.

શારદાબેન હોસ્પિટલમાં માત્ર કોરોનાના દર્દીઓને જ એડમિટ કરાય છે
શારદાબેન હોસ્પિટલમાં માત્ર કોરોનાના દર્દીઓને જ એડમિટ કરાય છે

ઝાડા-ઉલ્ટી કે કપડાં બગડે તો બોલાવતા હોવાનો સ્વજનોનો આક્ષેપ
હોસ્પિટલની બહાર બેસેલા મહિલાએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે, તેમના પિતાને 2 દિવસથી શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેમને ઊલટીને કારણે કપડાં બગડે છે ત્યારે સાફસફાઈ કરવા તેમને બહારથી બોલાવવામાં આવે છે. કોરોના પોઝિટિવ દર્દીના કપડાં બદલાવવા તથા સાફ સફાઈ કરવા માટે દર્દીના જ સગાઓને બોલાવવામાં આવી રહ્યા છે, પરંતુ જ્યારે દર્દીને કોઈ વસ્તુ આપવી હોય ત્યારે ચેપ લાગશે એમ કહીને હોસ્પિટલમાં પ્રવેશ જ આપવામાં આવતો નથી.

બાઉન્સરો માસ્ક પહેર્યાં વગર જ કોવિડ હોસ્પિટલ બહાર આંટાફેરા કરે છે.
બાઉન્સરો માસ્ક પહેર્યાં વગર જ કોવિડ હોસ્પિટલ બહાર આંટાફેરા કરે છે.

બાઉન્સરો માસ્ક વગર દરવાજે ઊભા રહે છે
હોસ્પિટલની બહાર ઉભેલા બાઉન્સરની પણ દાદાગીરીનો સામનો દર્દીના પરિવારજનોએ કરવો પડે છે. જ્યારે પોતાના દાખલ સ્વજનને કોઈ વસ્તુ આપવા જાય કે પૂછપરછ કરવા જાય ત્યારે તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે. બાઉન્સર હોસ્પિટલની બહાર પોતે માસ્ક વિના અને હાથમાં દંડા લઈને ઊભા રહે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો