તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભ્યાસક્રમ અપગ્રેડ:શાંતિ બિઝનેસ સ્કૂલે વિદ્યાર્થીઓ માટે PGDM અભ્યાસક્રમમાં હ્મુમન વેલ્યૂઝનો કોર્સ ઉમેર્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ ફેકલ્ટી મેમ્બર્સને યુનિવર્સલ હ્યુમન વેલ્યૂઝની તાલીમ આપવામાં આવી છે

શાંતિ બિઝનેસ સ્કૂલે કોરોના બાદ વિશ્વની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા તેનો પીજીડીએમ અભ્યાસક્રમ અપગ્રેડ કર્યો છે. કોરોનાની બીજી લહેર બાદ નિર્ણય લેવાયો કે આગામી સમયમાં બિઝનેસની પ્રેક્ટિસ કરવાની રીતોમાં પણ ફેરફારો જોવા મળશે. તેથી તેનાં ભણતરમાં પણ ફેરફારો કરવાની જરૂર છે. શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા તેમના તમામ પીજીડીએમ કોર્સમાં કોવિડ પછી બિઝનેસ પ્રેક્ટિસમાં થયેલા ફેરફારનાં ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં ડેટા એનાલિટિક્સ, આઈટી અને રિસર્ચ રિપોર્ટ તૈયાર કરવામાં નવા પડકારોનો સામનો કરવા માટે સજ્જ કરવામાં આવશે. ઉપરાંત અભ્યાસક્રમમાં માનવમૂલ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના માટે તમામ ફેકલ્ટી મેમ્બર્સને યુનિવર્સલ હ્યુમન વેલ્યૂઝની તાલીમ આપવામાં આવી છે. જે AICTE દ્વારા ઉમેરવામાં આવેલ નવો કોર્સ છે. જેથી શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા તેમનાં અભ્યાસક્રમમાં હ્યુમન વેલ્યૂઝનો વિષય ઉમેરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...