તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:કુમકુમ મંદિર દ્વારા નાદરી ગામમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ૨૦૦ વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

તા.૬ ફેબ્રુઆરીને શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ના મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા થી નાદરી ગામ ખાતે સાંજે પ - ૦૦ થી ૭ - ૦૦ દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાન દર વર્ષે અનેક સ્થળોએ શાકોત્સવ કરતાં હતા, તેમણે લોયા ગામમાં જે શાકોત્સવ કર્યો તે લીલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુપ્રસિધ્ધ છે.અને દરેક ધર્મગ્રંથોમાં પણ તેનું નિરુપણ કરવામાં આવેલું છે. શ્રીજીમહારાજની આ લીલાની સૌ કોઈને સ્મૃતિ થાય તેવા હેતુ થી આજે ર૦૦ વર્ષ પછી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આ શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તે પ્રસંગની સ્મૃતિ રુપે કુમકુમ મંદિર દ્વારા નાદરી ગામમાં શાકોત્સવનું આયોજન શ્રીરાહુલભાઈ બ્રહ્મભટ્ટ તરફથી કરવામાં આવ્યું હતું.

આ નાદરી ગામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન સંવત્‌ ૧૮૫૫ની આસપાસ પધાર્યાં હતા અને છપ્પનયો દુષ્કાળ પડશે તેથી સૌ કોઈ માણસો અનાજનો સંગ્રહ કરજો તેવી આગાહી કરી હતી. અને ભકતોને ચેતવ્યા હતા. આમ,આ નાદરી ગામ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદથી પાવન થયેલું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો