હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણનું નામ નક્કી, આવતીકાલે સત્તાવાર જાહેરાત થશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાણીલીમડા વોર્ડના યુવા કોર્પોરેટરને એક વર્ષ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનાવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આખરે વિપક્ષના નેતાની નિમણૂકની ગુંચવણનો ઉકેલ આવી ગયો છે. દાણીલીમડા વોર્ડના યુવા કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણને આગામી એક વર્ષ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનાવવામાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા પક્ષના નેતા તરીકે શહેઝાદ ખાનનું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે. આવતીકાલે અથવા બુધવારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેક્રેટરી ઓફિસમાં શહેઝાદના વિપક્ષના નેતા તરીકેના નિમણૂક પત્રને મોકલવામાં આવશે.

આ મામલે શહેઝાદ ખાન પઠાણ સાથે દિવ્યભાસ્કરે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મને હજી સુધી કોંગ્રેસ તરફથી પક્ષના નેતા બન્યા હોવાની જાણ કરાઇ નથી. કોંગ્રેસ પક્ષ તરફથી આ મામલે કોઇ સત્તાવાર જાહેરાત હજી સુધી કરાઇ નથી. જો કે કોંગ્રેસના આંતરિક સૂત્રોએ જણાવ્યું છે કે, વિપક્ષના નેતા તરીકે હાલમાં શહેઝાદખાનનું નામ ફાઇનલ કરી દેવામાં આવ્યું છે. આવતીકાલે ઔપચારિક જાહેરાત બાકી છે તે પૂર્ણ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંભવિત વિપક્ષ નેતા તરીકે દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણને બનાવવા મામલે કોંગ્રેસના 10 કોર્પોરેટરોએ આપેલા રાજીનામાં અંગે આજે કોંગ્રેસ પક્ષે ગંભીર નોંધ લીધી છે. પ્રદેશ કાર્યાલય ખાતે આવીને રાજીનામાં આપી તેમના જ કોર્પોરેટર શહેઝાદ ખાન વિરુદ્ધના સૂરના પગલે ગંભીર નોંધ લઈ પ્રદેશ પ્રમુખે નિરીક્ષકો સાથે બેઠક કરી હતી. ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર રાજશ્રી કેસરી, બહેરામપુરાના કોર્પોરેટર કમળા ચાવડા અને જમના વેગડા સરખેજના હાજી મિર્ઝા સહિતના 4 કોર્પોરેટરોએ પ્રદેશ કાર્યાલય બહાર આપેલ નિવેદનને પગલે કોંગ્રેસ શિસ્ત સમિતિએ ચારેય કોર્પોરેટરને કારણ દર્શક નોટિસ પાઠવી.

અન્ય સમાચારો પણ છે...