કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી વિરુદ્ધમાં ગઈકાલે NSUI અને યુથ કોંગ્રેસના આગેવાનોએ કોંગ્રેસ ઓફિસમાં ઘૂસીને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો. ઉપરાંત ભરતસિંહ સોલંકી વિરુદ્ધમાં લખાણ પણ લખ્યા હતા અને કોંગ્રેસ કાર્યાલયમાંથી ભરતસિંહ સોલંકીની નામની પ્લેટ કાઢીને તોડી નાખી હતી. ત્યારે હવે આજે ભરતસિંહ સોલંકીના સમર્થકો કોંગ્રેસ ઓફિસ આવ્યા હતા અને ભરતસિંહ સોલંકીને સમર્થન આપીને તેમના નામની પ્લેટ લગાવી હતી.
કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ
ભરતસિંહ સોલંકીએ પૈસા લઈને ઉમેદવારોને ટિકિટ આપી હોવાના એન NSUI અને યુથ કોંગ્રેસના કેટલાક આગેવાનોનો આક્ષેપ છે. આક્ષેપને લઈને કેટલાય દિવસથી તેઓ વિરોધ કરી રહ્યા હતા. ગઈકાલે NSUI અને યુથ કોંગ્રેસના નેતાઓએ કાળા કલરના સ્પ્રે વડે ભરતસિંહ વિરુદ્ધમાં અપશબ્દો લખી રહ્યા હતા. કોંગ્રેસ કાર્યાલયમાં ભરતસિંહ સોલંકીના નામની જે પ્લેટ લાગેલી છે તે પ્લેટ પણ નીકાળીને તોડફોડ કરી હતી. ભરતસિંહ સોલંકીના ફોટા સળગાવીને તેને લાતો પણ મારી હતી. ચૂંટણી સમયે જ કોંગ્રેસે એક થવાની જગ્યાએ અલગ અલગ જૂથ પડી ગયા છે અને આ જૂથના કારણે જ એક જૂથ અન્ય જૂથનો વિરોધ કરી રહ્યા છે.
ભરતસિંહ સોલંકીને સમર્થન
ગઈકાલે ભરતસિંહ સોલંકીના વિરોધ બાદ આજે અમદાવાદ યુથ કોંગ્રેસનું એક જૂથ કોંગ્રેસ કાર્યાલય પર આવ્યું હતું. 300થી વધુ કાર્યકરોએ ભરતસિંહ સોલંકીના સમર્થનમાં નારા લગાવ્યા હતા તથા બેનરો પણ બતાવ્યા હતા. આ ઉપરાંત ભરતસિંહ સોલંકીની નામની પ્લેટ જે ગઈકાલે વિરોધીઓએ તોડી નાખી હતી તે આજે સમર્થન કરનાર ગ્રુપ એ ફરીથી લગાવી હતી. એક કલાક જેટલો સમય આ સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલયની બહાર અને કોંગ્રેસ કાર્યાલયની અંદર જઈને નારાબાજી કરીને ભરતસિંહ સોલંકીને સમર્થન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.