કચ્છના શાહિદનું આતંકી કનેક્શન:રૂ.2500 કરોડના ડ્રગ્સ કેસનો આરોપી શાહીદ સુમરા ગુનેગારોને નેપાળ બોર્ડરથી પાકિસ્તાન મોકલતો, ડ્રગ્સની કટકી કરી આતંકીઓને મદદ કરતો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ATSની ટીમ સાથે સાથે અને ઈન્સેટમાં આરોપી શાહિદ સુમરા - Divya Bhaskar
ગુજરાત ATSની ટીમ સાથે સાથે અને ઈન્સેટમાં આરોપી શાહિદ સુમરા
  • ગુજરાત ATSએ ડ્રગ્સની હેરાફેરીના આરોપી શાહિદ સુમરાની દિલ્હીથી ધરપકડ કરી
  • શાહિદ રૂ.2500 કરોડથી વધુની કિંમતના ચાર હેરોઈન ડ્રગ્ઝ સિઝર કેસમાં વોન્ટેડ હતો

ગુજરાત ATSની ટીમે રૂ.2500 કરોડના ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા આરોપી શાહિદ કાસમ સુમરાની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. કચ્છના માંડવીનો શાહિદ સુમરા માત્ર ડ્રગ્સ કેસમાં જ નહીં પણ આતંકવાદમાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવી રહ્યું છે.ડ્રગ્સની કટકી અને હવાલા દ્વારા આતંકી ફંડિંગ થતું હતું. શાહિદ આતંકીઓને નેપાળ બોર્ડરથી પાકિસ્તાન મોકલવાનું ખૂબ મોટું નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. જે લોકોને નેપાળ બોર્ડરથી સરહદ પાર કરવી હોય તે શાહીદનો કોન્ટેક્ટ કરતા હતા અને તેની પાસે એડવાન્સ રકમ લઈને શાહિદ બોર્ડર પર કરાવતો હતો.

પાકિસ્તાનમાં ISI સાથે સંકળાયેલા લોકોને મળ્યો
શાહિદ સુમરા અગાઉ ગેરકાયદે રીતે પાકિસ્તાન જઇ અવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે,શાહિદ જ્યારે પાકિસ્તાન ગયો ત્યારે તેને કેટલાક ISI નેટવર્ક સાથે જોડાયેલા લોકો મળ્યા હતા, જેણે કટ્ટરતાની વાતો કરીને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યો હતો. આમ શાહિદ તેમની વાતોમાં આવી ગયો હતો અને તેણે ભારતને બરબાદ કરવા માટે ડ્રગ્સની ચેનલ શરૂ કરી દીધી હતી.

શાહીદની મદદ કરનારાઓને શોધી રહી છે ગુજરાત ATS
આ દરમિયાન શાહિદ પોતાના નેપાળ કનેકશન સાથે દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકોને પાકિસ્તાની આકાઓની મદદથી પાકિસ્તાન બોર્ડર પાર કરાવતો હતો. હાલ આ આ કેસમાં એટીએસ શાહીદને જે કોઈ મદદ કરતું હોય તેની લિંક શોધી રહી છે.

શું છે મામલો
ડ્રગ્સ કેસની તપાસ દરમ્યાન આરોપીઓએ એકબીજાની મદદગારીથી અગાઉ કુલ 500 કિલો હેરોઇનનો જથ્થો પાકિસ્તાનથી વહાણમાં લાવી ગુજરાતના જખૌના દરિયામાં વહાણ મારફતે સાત આઠ માઇલ અંદર ડિલિવરી મેળવતા હતા. ત્યાર બાદ તેને નાની ફાઇબરની બોટમા લાવી માંડવી ખાતે રહેતા આરોપી રફીક આદમ સુમરા તથા શાહીદ કાસમ સુમરાને આ જથ્થો આપ્યો.

ત્યાર બાદ 300 કિલો હેરોઇનનો જથ્થો આરોપીઓ શાહીદ કાસમ સુમરા તથા રફીક આદમ સુમરા તથા રાજુ દુબઇએ ત્રણ ફેરામાં સીમરનજીતના કહેવાથી તેના સાગરીતો મંજુર અહેમદ અલીમહમદ મીર તથા કાશ્મીરના નઝીર અહેમદ, લાસી મહમંદ ઠાકરેએ જીરૂની આડમાં હેરોઇનનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે પંજાબ મોકલાવ્યો હતો. જે કેસમાં આરોપી શાહીદ કાસમ સુમરા ફરાર થઈ ગયો હતો.

આમ આરોપી શાહિદ કાસમ સુમરા કુલ 530 કિલો, અંદાજિત રૂ. 2500 કરોડથી વધુની કિંમતના ચાર જેટલા હેરોઈન ડ્રગ્ઝ સિઝર કેસમાં વોન્ટેડ હોવાથી અને ટેરર ફંડિંગ તથા આતંકવાદી પ્રવૃત્તિમાં સંકળાયેલ હોવાથી બાતમીના આધારે ગુજરાત ATSએ તેને દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો.