કાર્યવાહી:સોશિયલ ડિસ્ટન્સ ન રહેતા શાહીબાગનો હોલ સીલ કરાયો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાહીબાગ વિસ્તારમાં આવેલા ઘાંસીરામ ચૌધરી હોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેર્યા સિવાય ફરતાં ગ્રાહકોને ધ્યાને લઇ મ્યુનિ.એ હોલને સીલ કરી દીધો છે.

આ બાબતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ઘાંસીરામ ચૌધરી હોલમાં ફેશન ફીએસ્ટા નામે એક્ઝિબિશન કમ વેચાણની પ્રવૃત્તિ ચાલી રહી હતી. જ્યાં મ્યુનિ. દ્વારા મંગળવાર તપાસ કરવામાં આવતાં ત્યાં અનેક ગ્રાહકો માસ્ક પહેર્યા સિવાય ફરતાં જોવા મળ્યા હતા. જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો. જે બાબત ધ્યાને લઇ મ્યુનિ.એ તત્કાલ આ હોલની સીલ કર્યો હતો. થોડા દિવસ પહેલાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ બે મોલ પણ સીલ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...