તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂલ ચલે હમ:શાહીબાગની HBK સ્કૂલમાં સૌથી વધુ 271 વાલીઓની સંમતિથી 183 સ્ટુડન્ટ કોરોના કાળમાં સ્કૂલે હાજર રહ્યા

અમદાવાદ10 દિવસ પહેલા
બાળકોને ગુલાબના ફૂલ આપીને શિક્ષિકાએ આવકાર્યા હતા
  • આજે 18મી ફેબ્રુઆરીથી રાજ્યભરમાં પ્રાથમિક સ્કૂલ શરૂ કરાઈ છે

કોરોના મહામારીને કારણે 11 માસ કરતાં વધુ સમય સ્કૂલ, કોલેજ બંધ રાખવામાં આવી હતી. જે હવે તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે શાહીબાગમાં આવેલી HBK સ્કૂલમાં આજે પ્રથમ દિવસે 183 બાળકો હાજર રહ્યા હતા. અમદાવાદની સ્કૂલો પૈકી સૌથી વધુ સંમતિ HBK સ્કૂલના બાળકોના વાલીઓએ આપી હતી.

આજથી રાબેતા 6થી 8ની સ્કૂલ શરૂ થઈ
મોટા ભાગના વાલીઓ પોતાના બાળકને હજુ પણ સ્કૂલે મોકલતા અચકાય છે, તેમાં પણ પ્રાથમિક માધ્યમની શાળાઓ આજથી શરૂ થઈ છે. જેમાં અનેક સ્કૂલોમાં વાલીઓ દ્વારા સંમતિ આપવામાં આવી નથી, પરંતુ શાહીબાગ HBK સ્કૂલમાં પ્રથમ દિવસે જ 271 વાલીઓએ સંમતિ આપી હતી અને 183 બાળકો સ્કૂલે પણ આવ્યા હતાં. સ્કૂલે હાજર રહેલા તમામ બાળકોને SOP સાથે સ્કૂલમાં બેસાડવામાં આવ્યા હતા અને રાબેતા મુજબ સ્કૂલ ચાલુ થઈ હતી.

બાળકોને મેદાનમાં બેસાડીને SOP સમજાવી
આ અંગે સ્કૂલના પ્રિન્સિપાલ ભીખુભાઇએ જણાવ્યું હતું કે, આજથી સ્કૂલ શરૂ થતાં વિદ્યાર્થીઓનું ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સ્કૂલના મેદાનમાં બેસાડીને SOP અંગે સમજણ આપવામાં આવી હતી. આજે પ્રથમ દિવસે જ 271 વાલીઓની સંમતિ પત્ર મળ્યો છે અને 183 વિદ્યાર્થીઓ સ્કૂલે પણ આવ્યા છે. જેમાંથી કેટલાક વિદ્યાર્થી સંમતિ વિના પણ આવ્યા છે. આગામી સમયમાં તમામ બાળકો વાલીની સંમતિ સાથે ફરીથી સ્કૂલે આવશે તેવી તેમને આશા છે.

સ્ટુડન્ટને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડીને SOPની સમજ આપવામાં આવી હતી
સ્ટુડન્ટને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડીને SOPની સમજ આપવામાં આવી હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો