તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવન:SGVP ગુરુકુલમાં સામૂહિક રોગ મુક્તિમાટે ઓનલાઇન ધન્વન્તરી પૂજન અને યજ્ઞ યોજાયો

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ધનતેરસે લક્ષ્મીજી અને ભગવાન ધન્વન્તરીનું પૂજન કરવામાં આવે છે - Divya Bhaskar
ધનતેરસે લક્ષ્મીજી અને ભગવાન ધન્વન્તરીનું પૂજન કરવામાં આવે છે
 • ધન્વન્તરી યજ્ઞમાં 30 વૈદ્ય ચિકિત્સકો સહિત અમદાવાદના 900 ડોકટર્સ આયુર્વેદ અને યોગ કન્સલ્ટન્ટ્સ જોડાયા હતા

અમદાવાદમાં ધનતેરસે સ્વામિનારાયણ ગુરુકુલ SGVPના આંગણે સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશોના પાલન સાથે ઓનલાઇન ધનવન્તરી પૂજન અને યજ્ઞ યોજાયો હતો. આ ધનવન્તરી યજ્ઞમાં જુદી જુદી ઔષધિઓની આહુતિ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે યજ્ઞનો ધુમાડો ચિકનગુનિયા, ઔરી, અછબડા, વાયરલ ફિવર, શરદી ઉધરસ જેવી બિમારીઓ સામે પ્રતિકાર કરી શકે છે. તેમજ યજ્ઞમાં બોલાતા વૈદિક મંત્રોચ્ચારના પ્રભાવથી મનની નિર્બળતા, હતાશા, વગેરે દૂર થાય છે. આ ધન્વન્તરી યજ્ઞમાં 30 વૈદ્ય ચિકિત્સકો સહિત અમદાવાદના 900 ઉપરાંત ડોકટર્સ આયુર્વેદ અને યોગ કન્સલ્ટન્ટ્સ જોડાયા હતા.

ઓનલાઇન ધનવન્તરી પૂજન અને યજ્ઞ યોજાયો
ઓનલાઇન ધનવન્તરી પૂજન અને યજ્ઞ યોજાયો

ધનતેરસે લક્ષ્મીજી અને ભગવાન ધન્વન્તરીનું પૂજન કરવામાં આવે છે
ઇન્દ્રે દુર્વાસાના કરેલા અપમાનથી સ્વર્ગની સંપત્તિ દરિયામાં ગરકાવ થઇ ગઇ.દેવોની વિનંતીથી ભગવાન વિષ્ણુએ દેવો અને દાનવો દ્વારા સમુદ્રમંથન કરાવ્યું. તેમાંથી ચૌદ રત્નો નીકળ્યા. તેમાંના એક લક્ષ્મીજી અને બીજા ધનવન્તરી ભગવાન હતા. લક્ષ્મીજીને ધન, વૈભવના દેવી માનવામાં આવે છે. જ્યારે ભગવાન ધનવન્તરીને સ્વાસ્થ્યના દેવ માનવામાં આવે છે. તેથી ધનતેરસના દિવસે ભગવાન ધનવન્તરીનું પૂજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો