તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામ:SGVP ગુરુકુળ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના SSCમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર ઋષિકુમારોને શા. માધવપ્રિયદાસજી સ્વામીએ અભિનંદન પાઠવ્યા

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
SGVP ગુરુકુળની તસવીર - Divya Bhaskar
SGVP ગુરુકુળની તસવીર

SGVP ગુરુકુળ સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના SSC સંસ્કૃત માધ્યમમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ટોપર્સ રહેનારા ઋષિકુમાર કનોજીયા અક્ષત (97.65PR), મહેતા ધ્રુવ (96.54 PR ), મહેતા પૂજન (91.60 PR ), જોષી વિશાલ, પંડ્યા શીવમ, બારૈયા સત્યમ અને સાંકલિયા વિવેકને SGVP ગુરુકુળના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, યજ્ઞવલ્લભદાસજી સ્વામી, મુનિવત્સલદાસજી સ્વામી, પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી શ્રી અર્જુનાચાર્યજી તથા શિક્ષકોએ ટોપર્સ રહેનારા ઋષિકુમારોને અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા.

આ કોરાનાના કઠણ સમયમાં પણ છેલ્લા દોઢ વર્ષથી SGVP ગુરુકુળમાં, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના કથા શ્રવણ કરી રહ્યા છે, જેને દેશ વિદેશના હરિભકતો ઓનલાઈન સાંભળી રહ્યા છે. 1લી જુલાઈથી SGVP ગુરુકુળની શાખા SGVP ગુરુકુળ રીબડા ( રાજકોટ) ખાતે શા.ધર્મવત્સલદાસજી સ્વામી અને શા.વેદાન્તસ્વરુપદાસજી સ્વામી લોજની લીલા ઓનલાઇન સંભળાવી રહ્યા છે.

એસ.એસ.સીના પરિણામમાં ટોપ કરનારા વિદ્યાર્થીઓ
એસ.એસ.સીના પરિણામમાં ટોપ કરનારા વિદ્યાર્થીઓ

શા.વેદાન્તસ્વરુપદાસજી સ્વામીએ લોજની કથા પ્રસંગ પહેલા નિલકંઠ વર્ણી માત્ર 11 વર્ષની નાની વયે હિમાલયની યાત્રાએ નીકળી પુલહાશ્રમ, મુક્તનાથ, બુટોલપુર મહાદત્ત રાજાનો મેળાપ, ગોપાળયોગીનો મેળાપ, આદિવારાહ, સીરપુરરાજા સિદ્ધવલ્લભ મેળાપ, પિબેક પરાજય, નવલખા પર્વતમાં રહેતા નવલાખયોગી મેળાપ, આદિકુર્મ વૈંકટાદ્રિ, શિવકાંચી, વિષ્ણુકાંચી, શ્રીરંગક્ષેત્ર, સેતુબંધ રામેશ્વર, સુંદરાજ, ભૂતપુરી, કન્યાકુમારી, જનાર્દન, આદિકેશવ, સાક્ષિગોપાલ, પંઢરપુર, દંડકારણ્ય, નાસિક ત્ર્યંબક, ભીમનાથ અને ગુપ્ત પ્રયાગ વગેરે તીર્થોમાં યાત્રા કરી લોજમાં પધાર્યા ત્યાં સુધીની સંગીત સાથે રસભરી કથા કરી ભકતોને રસતરબોળ કર્યા હતા.

શા.વેદાન્તસ્વરુપદાસજી સ્વામીની તસવીર
શા.વેદાન્તસ્વરુપદાસજી સ્વામીની તસવીર

શા. માધવપ્રિચદાસજી સ્વામીએ લોજ પ્રસંગનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, નીલકંઠ વર્ણી સાત વર્ષ સુધી સમગ્ર ભારતમાં ફર્યા, રાજ તેમજ રાજકુંવરી અને મોટા મોટા મઠો દેનારા મળ્યા પણ નીલકંઠ વર્ણી ક્યાંય રોકાયા નહીં, પણ લોજમા જ સ્થિર થયા. કારણકે ભગવાનનો હ્રદગત અભિપ્રાય જાણનારા ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામીનો લોજમાં વાસ હતો. તેમજ નિખાલસ, નિર્દંભી, નિર્દોષ, નિર્મળ અને સાધુતાની મૂર્તિ સમા અન્ય 60 ઉપરાંત સંતો હતા.

સત્સંગનો મહિમા સમજાવતા સ્વામીજીએ જણાવેલ કે, ભગવાનના સાચા સંતનો સમાગમ એને સત્સંગ કહેવાય. જે સત્સંગ કરવાથી ભગવત પ્રાપ્તિ થાય છે. ભગવાને ગીતાજીમાં કહ્યું છે, તમે ગમે તેવા વ્રતોનું પાલન કરો પણ સત્સંગથી જેવો હું વશ થાઉં છું તેવો બીજા કોઇ સાધનથી હું વશ થતો નથી. બંધન અને મોક્ષના કારણરુપ મન વિશે સ્વામીજીએ જણાવેલ કે, મોટામાં મોટું દુઃખ મનનું હોય છે. આપણું મન જ આપણને સુખી-દુઃખી કરે છે, તો મોજમાં કેમ ન રહેવું ? માટે મનને કેળવતા શીખવું.