પરીક્ષા:SGVP દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શ્લોકગાન ધાર્મિક પરીક્ષામાં પ્રથમ આવનાર ઋષિકુમારોને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ઈનામ સ્વીકાર કરતા ઋષિકુમારો - Divya Bhaskar
પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ઈનામ સ્વીકાર કરતા ઋષિકુમારો
  • ધો.8થી માંડીના ધો.10ના નવો પ્રવેશ લેનારા ઋષિકુમારીને ધાર્મિક પરીક્ષા લેવાઈ હતી

અમદાવાદની એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ધો.8 થી માંડીને ધોરણ 10માં નવો પ્રવેશ પામેલ ઋષિકુમારોને દરરોજ સાંધ્ય પ્રાર્થના સભામાં બોલાતા શ્લોકો અને કિર્તનોની સત્રાન્તે ધાર્મિક પરીક્ષા લેવામાં આવે છે. ચાલુ સાલે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા, યજ્ઞવલ્લભદાસજી સ્વામી અને ઉદય ભગતના માર્ગદર્શન સાથે નૂતન પ્રવેશ પામેલ ઋષિકુમારોની શ્લોકગાન- ધાર્મિક પરીક્ષા યોજાઈ હતી.

આ પરીક્ષામાં પ્રથમ આવનાર ઋષિકુમારોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. જેમાં પ્રથમ વિભાગમાં ધો.8ના 1. રાવલ હેત 2, ત્રિવેદી વેદાન્ત, 3. ઠાકર આદર્શને, દ્વિતીય વિભાગમાં ધો.9ના 1. ત્રિવેદી પાર્થ 2. જાની શિવ 3. આચાર્ય નિષિતને અને તૃતીય વિભાગમાં ધો.10ના 1. ચાઉં માધવ 2. જોષી પ્રિન્સ 3. ભટ્ટ ફેનિલને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ઈનામમાં બેગ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.