નોટિસ:3 દિવસમાં જવાબ રજૂ કરવા રાજ્યના 32 હજાર કરદાતાને SGSTની નોટિસ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે 2020-21ના વર્ષની આશરે 32 હજાર સ્ક્રૂટિની નોટિસ કરદાતાઓને મોકલી છે. જેમાં કરદાતાઓને 23 પ્રકારના અલગ અલગ ડોક્યુમેન્ટ અને વ્યવહારોની માહિતી આપવા જણાવ્યું છે. માત્ર નોટિસ જ 6થી 7 પાનાની પાઠવી છે. જેનો 3 દિવસમાં જવાબ આપવા કહેવાયું છે.

વધારામાં આ નોટિસનો જવાબ ઓનલાઈન આપવાનો રહેશે. પોર્ટલ ઉપર 5 એમબીથી વધારેનો ડેટા લેવામાં આવતો નથી. આટલી મોટી નોટિસનો જવાબ આપવાનો હોવાથી કરદાતા મુશ્કેલીમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...