તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:SGSTને 171 કરોડનો ચૂનો લગાવાનારા 78 ઠગ મળતા નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠગોએ ચૂનો લગાવતાં વેપારીઓને આઇટીસીમાં લેવામાં મુશ્કેલી

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) અગાઉના વેલ્યૂ એડિશન આધારિત ટેકસનો કાયદો છે. આ કાયદાની જોગવાઇ પ્રમાણે વેપારી દ્વારા કરવામાં આવતા વેચાણો ઉપર આપવાના થતા ટેકસમાંથી ખરીદી ઉપર ભરેલા ઇનપુટ ટેક ક્રેડિટ મળવા પાત્ર થાય છે. આમ વેપારી તેની ખરીદીના વેલ્યૂ એડિશન ઉપર જ નેટ ટેકસ ભરવાનો થાય છે.

કાયદાની આ વિશિષ્ટતાનો લાભ લઇને કેટલાક ભેજાબાજો ભરવાપાત્ર ટેકસ કરતા આઇટીસીની રકમ બારોબાર કલેમ કરીને ઉપાડી લેતા હોય છે. આવા 99માંથી 78 વેપારીઓ દ્વારા રૂ. 171 કરોડનું ફુલેકું ફેરવીને ગાયબ થઇ ગયા છે. જેને શોધવા માટે જીએસટીની ટીમ આસમાન જમીન એક કરી રહી છે.

જીએસટીના કાયદા મુજબ વેપારીએ દર મહિને પત્રક જીએસટીઆર-3બી મારફત ભરવાનો થાય છે. હાલમાં જીએસટીએન સિસ્ટમ દ્વારા વેપારીએ કરેલ ખરીદી ઉપર મળવાપાત્ર આઇટીસીની ગણતરી ફોર્મ જીએસટીઆર-2બીમાં ઉપલબ્ધ કરવામાં આવે છે.

જીએસટીના કાયદા મુજબ જીએસટીઆર-2એમાં ઉપલબ્ધ આઇટીસીના 105 ટકા આઇટીસી કલેમ કરી શકાય છે. વર્ષ 2021-22ના પ્રથર્મ કવાર્ટરમાં 99 મોટા વેપારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 78 વેપારીઓએ રૂ. 171 કરોડની આઇટીસી મેળવી ગાયબ થઇ ગયા છે. ડિપાર્ટમેન્ટ દ્વારા આવા બોગસ બિલીંગને રોકવા માટે જીએસટીઆર-2એમાં દર્શાવેલી ક્રેડિટ કરતા વધારે ટેક્સ ક્રેડિટ ના લઇ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...