ધરપકડ:એસ.જી. હાઈવે પર ચરસ વેચવા આવેલા બે ઝડપાયા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાવળાથી ચરસ લાવી અમદાવાદમાં વેચતા
  • રૂ.1.12 લાખનું ચરસ પોલીસે કબજે કર્યું

બાવળાના એક ડ્રગ પેડલર પાસેથી ચરસ લાવી અમદાવાદમાં વેચાણ કરતા બે આરોપીઓને પોલીસે એસજી હાઈવે પરથી ઝડપી લીધા હતા. તપાસ કરતા તેમની પાસેથી 750 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. 2 યુવાન ડ્રગ્સની ડિલિવરી માટે વાયએમસીએ કલબ પાસે આવવાના હોવાની બાતમી મળતા પોલીસે બુધવારે સાંજે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન સ્કૂટર સાથે કિશોર પ્રભુજી પ્રજાપતિ(27)(વ્રજનગરી આવાસ, વેજલપુર) અને વિકી પાજી સંજયભાઈ સિંધી(પંજાબી) (28) (પ્રેરણા વિરાજ - 2, જોધપુર ગામ, સેટેલાઈટ) ને 750 ગ્રામ ચરસ સાથે ઝડપી આનંદનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. કિશોર આરઓ રિપેરિંગનું કામ કરે છે જ્યારે વિકી સરખેજ - મરકબા બિઝનેશ પાર્કમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ બાવળાના અજય દરબાર પાસેથી ચરસનો જથ્થો લાવ્યા હોવાનું કબૂલ્યંુ હતું.

અગાઉ 50 કિલો ગાંજા સાથે પકડાયો હતો
મૂળ ઉત્તરપ્રદેશનો વતની મનોજગીરી 2019માં 50 કિલો ગાંજા સાથે પકડાયો હતો. જેથી તેને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો. જો કે તે 8 દિવસની પેરોલ પર બહાર આવ્યા બાદથી તે નાસતો ફરતો હતો.

અન્ય સમાચારો પણ છે...