ચાર દિવસ અગાઉ શાહીબાગ ગિરધરનગર સર્કલ પાસે આવેલા ઓર્કિડ ગ્રીનના સાતમા માળે ફ્લેટમાં આગ લાગવાથી 17 વર્ષીય કિશોરીનું દાઝી જવાના કારણે મોત નિપજ્યું હતું. આ ઘટના પછી મ્યુનિ. સંચાલિત ફાયર વિભાગને યાદ આવ્યું છે કે, શહેરમાં 608 હાઈરાઈઝ બિલ્ડિંગ છે જેની પાસે ફાયર એનઓસી નથી. એનઓસી વગરના આ તમામ ફ્લેટ સામે કાર્યવાહી થશે. ફાયર એક્ટની જોગવાઈ અનુસાર આ ફ્લેટના પાણી, ગટર અને વીજળી કનેક્શન કાપી નાખવા સુધીના પગલાં લેવા નિર્ણય લેવાયો છે. ત્યાં સુધી કે, ચેરમેન કે સેક્રેટરી સામે ફોજદારી ગુનો દાખલ કરવા ઉચ્ચસ્તરે મંજૂરી લેવાઈ છે. 24 એકમોની યાદી તૈયાર થઈ ચૂકી છે તેમના કનેક્શન કાપી લેવા મ્યુનિ. ઈજનેર વિભાગને યાદી સોંપાઈ છે.
મંગળવારે હાઈકોર્ટમાં મ્યુનિ.એ એફિડેવિટ રજૂ કર્યું હતું. જેમાં અમદાવાદમાં કુલ 739 પ્રાઈવેટ સોસાયટી, હાઉસિંગ બોર્ડની સોસાયટી સહિતની હાઈરાઈઝ રેસિડેન્શિયલ બિલ્ડિંગ પાસે ફાયર એનઓસી નહીં હોવાનું જણાવ્યું હતું. આ પૈકીના 131 એકમો ગાંધીનગર વિસ્તારમાં આવે છે એટલે અમદાવાદ મ્યુનિ. વિસ્તારમાં ફાયર એનઓસી વગરના 608 એકમો સામે કાર્યવાહી કરવાની થાય છે. હાઉસિંગ બોર્ડના નવા બિલ્ડિંગો પાસે પણ ફાયર એનઓસી નથી તેમ જાણવા મળ્યું છે.
ફાયરના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફાયર એનઓસી વગરના એકમોને 3થી વધુ વખત નોટિસ અપાઈ હતી. જૂન-2021થી ડિસેમ્બર-2022 દરમિયાન છેલ્લા દોઢ વર્ષમાં આ બિલ્ડિંગ સંચાલકોને વ્યક્તિગત તેમજ સમાચાર પત્રોના માધ્યમથી જાહેર નોટિસ આપી સત્વરે ફાયર એનઓસી લેવા ફરજ પડાઈ હતી. તેમ છતાં તેમણે ગંભીરતા દાખવી નથી. તહેવાર બગડે નહીં તે હિસાબે મ્યુનિ.એ ઉતરાયણ પછીના સોમવારથી કાર્યવાહી કરવા નિર્ણય કર્યો છે.
આ એકમો સામે કાર્યવાહી કરાશે
એકમ | વિસ્તાર |
પરિષ્કાર 1-2 | ખોખરા |
ઇન્દ્ર પ્રસ્થ ટાવર | ગુરુકુળ |
નારાયણ એક્સઓટિક | મેમનગર |
સહજાનંદ ટાવર | મેમનગર |
સુખ ટાવર | નારણપુરા |
તુલીપ સીતાદેલ | માણેકબાગ |
શાલિગ્રામ લેક વ્યૂ | વૈષ્ણોદેવી |
એકમ | વિસ્તાર |
3rd આય રેસિડેન્સી | મોટેરા |
પ્રાર્થના પરિસર | નરોડા |
હેવન હાઈટ્સ દહેગામ | નરોડા |
તક્ષશિલા એપાર્ટમેન્ટ | વસ્ત્રાપુર |
વેસ્ટ એન્ડ પાર્ક | ગુરુદ્વારા |
સફળ પરિવેશ | પ્રહલાદનગર |
ગોદરેજ ગાર્ડન સિટી | ટિવોલી |
વારંવાર નોટિસ છતાં NOC નહીં લેનારા સોસાયટીના ચેરમેન-સેક્રેટરીને જેલ થશે
ફાયર એનઓસી વગરના રેસિડન્ટ એકમો સામે કાર્યવાહી કરવા નિર્ણય થયો છે જેમાં આશરે 24 હજાર કુંટુંબોને અસર થઈ શકે છે. પાણી, ગટર અને વીજળી લોકોની પાયાની જરૂરિયાત છે તેનું કનેક્શન જ મ્યુનિ. કાપી કાઢે તો રહીશો માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. વારંવાર નોટિસ છતાં સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ ફાયર એનઓસી લીધી નથી માટે તેમને ત્રણ મહિના સુધીની જેલ થઈ શકે છે.
ગત જુલાઈ પછી 25 ફોજદારી કેસ
જુલાઈ-2022 બાદ શહેરના 25 કોમર્શિયલ એકમો સામે ફાયર એક્ટની જોગવાઈ હેઠળ ફોજદારી કેસ દાખલ કર્યા હતા જેમાંથી 23એ ફાયર એનઓસી મેળવી લીધી છે, બેની હજુ બાકી છે. જે પણ રેસિડન્ટ એકમો પાસે ફાયર એનઓસી નહીં હોય તેમની વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.> જયેશ ખડિયા, ચીફ ફાયર ઓફિસર

Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.