કોરોનાનો કહેર:અમદાવાદમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ, 116 ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર ખૂટી પડે એવી સ્થિતિ, માત્ર 648 બેડ જ ખાલી રહ્યાં

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં અને બેડમાં વધારો કરવામાં આવ્યો
  • 116 ખાનગી હોસ્પિટલમાં માત્ર 39 વેન્ટિલેટર્સ જ રહ્યાં છે

રાજ્યની સાથે અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. કોરોનાના દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. દિવસે દિવસે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે અને હોસ્પિટલમાં હવે બેડ ખૂટી પડે એવી પરિસ્થિતિ અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી 116 ખાનગી હોસ્પિટલોમાં થઈ ગઈ છે. ખાનગી હોસ્પિટલમાં હવે 39 વેન્ટિલેટર્સ જ વધ્યાં છે. માત્ર બે દિવસમાં હોસ્પિટલ અને બેડ વધારવામાં આવ્યાં છે. 50 જેટલી હોસ્પિટલમાં હવે બેડ ખાલી નથી. હોસ્પિટલમાં માત્ર 2 કે 4 બેડ જ ખાલી છે. ખાનગી હોસ્પિટલોમા 8 એપ્રિલને ગુરુવારે સવાર સુધીમાં 648 જેટલાં જ બેડ ખાલી છે.

શહેરની ખાનગી હોસ્પિટલોમાં બેડની સ્થિતિ જાણવા અહીં ક્લિક કરો

ખાનગી હોસ્પિટલમાં 4437માંથી 648 બેડ ખાલી
અમદાવાદમાં દિવસે દિવસે ગંભીર પરિસ્થિતિ થતાં હવે કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો વધારવામાં આવી છે. માત્ર ચાર જ દિવસમાં 15 હોસ્પિટલો અને બેડ વધારવાની ફરજ પડી છે. 8 એપ્રિલના રોજ સવારે 9.30 સુધી અમદાવાદની AMC દ્રારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 116 ખાનગી હોસ્પિટલમાં 4437માંથી 648 જેટલાં બેડ ખાલી છે, જ્યારે 5 જેટલાં કોવિડ સેન્ટરમાં 269 બેડમાં 87 લોકો એડમિટ છે અને 182 જેટલાં બેડ ખાલી છે. કુલ 4437 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 1372 બેડ, HDUમાં 1556, ICUમાં 579 અને ICUમાં વેન્ટિલેટર પર 282 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

વેન્ટિલેટર પર દર્દીઓની સંખ્યામાં વધારો
ખાનગી હોસ્પિટલોમા જે રીતે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દિવસે દિવસે વેન્ટિલેટર પર દર્દીઓ વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. રોજના 20થી વધુ દર્દીઓને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી રહી છે. દિવસે દિવસે વેન્ટિલેટર્સ ઓછાં થઈ રહ્યાં છે અને બે દિવસમાં વેન્ટિલેટર ખૂટી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ?
અમદાવાદ શહેર ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેર અને જિલ્લામાં 800થી વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 823 નવા કેસ અને 452 દર્દી સાજા થયા છે, જ્યારે અમદાવાદ શહેરમાં 6 દર્દીનાં મોત થતાં મૃત્યુઆંક 2,389 પર પહોંચ્યો છે. 5 એપ્રિલની સાંજથી 6 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 804 અને જિલ્લામાં 19 નવા કેસ નોંધાયા છે તેમજ શહેરમાં 439 અને જિલ્લામાં 13 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 77,634 થયો છે, જ્યારે 71,940 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.