પાકિસ્તાનમાં સક્રિય થનારા બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હિમાલયમાં હિમવર્ષાને લીધે ગુજરાતમાં ગુરુવારથી ફરી ઠંડીનું જોર વધવાની શક્યતા છે. જેને પગલે આગામી 24 કલાકમાં અમદાવાદમાં ઠંડીનો પારો ફરી 10 ડિગ્રી કે તેથી નીચે જવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પશ્ચિમના પવનો ફૂંકાતા ધૂળ ઉડશે જેથી વાતાવરણ ધૂંધળું પણ બની શકે છે.
મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 2.2 ડિગ્રી વધીને 29.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધીને 14.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યા અનુસાર, બુધવારથી સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હિમાલયમાં હિમવર્ષા થતાં ઠંડા સૂકા પવાનોથી રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે. પાકિસ્તાનમાં 12 જાન્યુઆરીની આસપાસ એક ધૂળનું તોફાન ઊઠી શકે છે, જેને કારણે 13 અને 14 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં ધૂળિયું વાતાવરણ સર્જાઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.