ઈચ્છા પૂર્ણ થઈ:એક દિવસ માટે અમદાવાદ કલેક્ટર તરીકે 11 વર્ષની દિકરીએ ચાર્જ સંભાળ્યો, સરકારી યોજનાના પ્રમાણપત્રોનું વિતરણ કર્યું

અમદાવાદએક મહિનો પહેલા
દીકરીને કલેક્ટરની ખુરશી પર જોઈને માતા પિતાને ગર્વ થયો
  • બ્રેઈન ટ્યુમરના કારણે ફ્લોરાની IAS બનવાની ઈચ્છા પુરી થવી એક પડકાર હતો
  • આજે પ્રતિકાત્મક રૂપે કલેક્ટરની ખુરશી પર બેઠેલી દીકરીને જોઈને ગર્વ અનુભવ્યોઃ ફ્લોરાની માતા

આજે અમદાવાદમાં જિલ્લા કલેક્ટર કચેરીની ખુરશી પર બેસીને માત્ર 11 વર્ષની દિકરીએ કામગીરી સંભાળી હતી. ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ સરકારી યોજના લાભાર્થીઓના પ્રમાણપત્ર પણ વિતરણ કર્યા હતાં. એક દિવસ માટે કલેક્ટરની ખુરશી પર બેઠેલી ફ્લોરાનું સ્વાગત એક આઈએએસ ઓફિસર ડ્યુટી જોઈન કરે ત્યારે જે રીતે થાય એ રીતે જ કરવામાં આવ્યું હતું.

ફ્લોરાને કલેક્ટર બનવાની ઈચ્છા હતી
ગાંધીનગરના સરઘાસણના રહેવાસી અપૂર્વ શાહની દીકરી ફ્લોરાને 7 મહિના પહેલા બ્રેઈન ટ્યુમરની બીમારી થતાં ઓપરેશન કરાવ્યું હતું.ફ્લોરા નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તેને કલેક્ટર બનવાની ઈચ્છા હતી પરંતુ બ્રેઇન ટ્યુમરના કારણે તેની ઈચ્છા પૂરી થવી, એ મોટો પડકાર હતો. તેના માતા-પિતાએ એક NGOનો સંપર્ક કર્યો, જેમના મારફતે આ વાત અમદાવાદ જિલ્લા કલેકટર સુધી પહોંચી અને ફ્લોરને એક દિવસ માટે કલેક્ટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.

ફ્લોરને એક દિવસ માટે કલેક્ટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું
ફ્લોરને એક દિવસ માટે કલેક્ટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું

લાભાર્થીઓને સરકારી સહાયના પ્રમાણપત્રો આપ્યા
ફ્લોરાની એક દિવસના કલેકટર બનાવવાની વાતને લઈ કલેકટર કચેરીના કર્મચારીઓ પણ કચેરીની બહાર મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જેમ મોટા અધિકારી કોઈ ઓફિસમાં પહોંચે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવે એ જ રીતે ફ્લોરનું પણ બુકેથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કલેકટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ફ્લોરાએ વિધવા બહેનોને સહાય, વ્હાલી દીકરી યોજનાના, વગેરેના પ્રમાણપત્ર લાભાર્થીઓને આપ્યા હતાં.

NGO મારફતે આ દીકરીની કલેક્ટર બનવા અંગેની વિગત મળી હતી
NGO મારફતે આ દીકરીની કલેક્ટર બનવા અંગેની વિગત મળી હતી

કલેક્ટરને NGO મારફતે ફ્લોરાની વિગત મળી
અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે, NGO મારફતે આ દીકરીની કલેક્ટર બનવા અંગેની વિગત મળી. જે બાબતે કચેરી મારફતે ખરાઈ કરી તેની ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો. આવતા સપ્તાહે તેનો જન્મદિવસ હોવાથી કલેક્ટર કચેરી ખાતે કલેકટરની હાજરીમાં કેક કાપવામાં આવી. આ ઉપરાંત અલગ અલગ પ્રકારની ગિફ્ટ અને ચોકલેટ પણ આપવામાં આવી હતી. ફ્લોરાની માતા સોનલ આસોડિયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે, તેમની દીકરીની હકીકતમાં ભલે IAS બનવાની ઇચ્છા પૂરી નથી થઈ, પરંતુ પ્રતીકાત્મક સ્વરૂપે કલેકટરની ચેર પર જોઈ ખુશી થઈ અને ગર્વ મહેસુસ થયો.

અન્ય સમાચારો પણ છે...