આગામી 25 મે ના રોજ બેંગ્લોર ખાતે 11-11 સામુહિક દીક્ષા યોજાઈ રહી છે. જેમાં ગુજરાતમાંથી અમદાવાદના 4, વડોદરાના 3 અને સુરતના 4 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે. જેને લઈને આજે અમદાવાદ અને વડોદરાના 7 મુમુક્ષુઓની અમદાવાદ ખાતેથી 54 ગાડીઓ સાથેની ભવ્ય વિદાય થશે.
બેંગ્લોર ખાતે સૌ પ્રથમવાર 11-11 સામુહિક દીક્ષા
જૈનાચાર્ય નરરત્નસૂરીશ્વરજી મ.સાહેબની નીશ્રામાં 25 મેના રોજ બેંગ્લોર ખાતે સૌ પ્રથમવાર 11-11 સામુહિક દીક્ષા યોજાશે. જેમાં જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘ, અમદાવાદના સનિષ્ઠ કાર્યકર સંજયભાઈ દોશીની દીકરી આશ્વી, અન્ય દીક્ષાર્થી કીર્તેશ, સંયમ-ધૈર્ય (બંને સગા ભાઈ) એમ અમદાવાદથી ચાર દીક્ષાર્થી સંયમ ગ્રહણ કરશે. બરોડાના ત્રણ અલ્પેશભાઈ, હેતલબેન, દેશનાબેનનો સમસ્ત પરિવાર અને સુરતના વિરતિબેન, તત્વભાઈ, ક્રીશ-તત્વ બંને સગા ભાઈ એમ ચાર દીક્ષાર્થી એમ કુલ 11 મુમુક્ષુ દીક્ષા ગ્રહણ કરશે.
એરપોર્ટથી બેંગલોર માટે શાહી વિદાય
અમદાવાદના 4 અને બરોડાના 3 એમ કુલ 7 મુમુક્ષુઓની ઠાઠ માઠથી 54 કારની શાહી સવારી સાથે આજે રાત્રે નેહરૂનગર, ધરણીધર બ્રીજ, ચંદ્રનગર બ્રીજ, રીવર ફ્રન્ટથી કેમ્પ થઈને એરપોર્ટથી બેંગલોર માટે શાહી વિદાય આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.