તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:સેવા ભાવી સંસ્થા ‘જન વિકાસ’ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલના તમામ કેટેગરીના “કોરોના હીરોઝ”નું સન્માન કરાયુ

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
સેવા ભાવી સંસ્થાએ તમામ કેટેગરીના કોરોના વોરિયરનું સન્માન કર્યું - Divya Bhaskar
સેવા ભાવી સંસ્થાએ તમામ કેટેગરીના કોરોના વોરિયરનું સન્માન કર્યું
 • કોરોના મહામારીમાં રાઉન્ડ ધ ક્લોક કાર્ય કરનાર ફ્રંટલાઇન વોરીયર્સની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી

કોરોના મહામારીમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના કોરોના હિરોઝે સંક્રમણ સામે બાથ ભીડીને દર્દીઓની સારવાર કરી છે. જેના પરિણામ સ્વરૂપે આજે કોવિડનું સંક્રમણ કાબુમાં આવી ગયું છે. આ કોરોના વોરીયર્સની નોંધ લઇને ઘણી સેવા ભાવી સંસ્થાઓ કોરોના વોરીયર્સના જુસ્સાને બિરદાવવા આગળ આવી છે.અમદાવાદ સ્થિત સેવાભાવી સંસ્થા "જન વિકાસ" દ્વારા અમદાવાદ શહેરની વિવિધ હોસ્પિટલમાં કાર્યરત કોરોના વોરીયર્સની કામગીરીનો સર્વે કરીને પરિણામ સ્વરૂપ અમદાવાદ શહેરમાં અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલની પસંદગી કરીને તેમની કામગીરીને બિરદાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જે.વી મોદી
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જે.વી મોદી

સેવા ભાવી સંસ્થાએ કોરોના વોરિયર્સનું સન્માન કર્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોરીયર્સની કામગીરીનું સન્માન કરવા અને તેમની સેવા-શુશ્રુષાને બિરદાવવા માટે હોસ્પિટલના અસ્મિતા ભવનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં કોરોના મહામારી દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ સ્થિત કોરોના ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષામાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સફાઇકર્મીઓની કર્તવ્યનિષ્ઠાનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

સિવિલ હોસ્પિટલના કોરોના હિરોઝનું સન્માન કરવામાં આવ્યું
સિવિલ હોસ્પિટલના કોરોના હિરોઝનું સન્માન કરવામાં આવ્યું

કોરોના વોરિયર્સની કામગીરીની યશગાથાનું પુસ્તક ભેટ કરાયું
આ સેવાભાવી સંસ્થા દ્વારા કોરોના વોરીયર્સના કામગીરીની યશ ગાથા દર્શાવતું પુસ્તક તૈયાર કરીને સિવિલ હોસ્પિટલને ભેટ કરવામાં આવ્યુ હતુ. જેમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા કરતા પોતે સંક્રમિત થયેલ તમામ કેટેગરીના હેલ્થકેર વર્કરોની કામગીરીનો ચિતાર અને તેમના જુસ્સાનો સહર્ષ વર્ણન કરવામાં આવ્યુ છે જેનં વાંચન કરતા -કરતા ઘણાંય તબીબો સંવેદનશીલ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો