તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોક્યો ઓલિમ્પિક-2020:ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા #Cheers4 India કેમ્પેઇન અંતર્ગત અમદાવાદ રિવરફ્રન્ટ પર સેલ્ફી પોઈન્ટ તૈયાર કરાયો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
રિવરફ્રન્ટ પર બનાવેલ સેલ્ફી પ� - Divya Bhaskar
રિવરફ્રન્ટ પર બનાવેલ સેલ્ફી પ�
  • અમદાવાદ રિવરફ્રન્ટ પર સેલ્ફી પોઈન્ટ તૈયાર કરાયો
  • ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા લોકો સેલ્ફી લઈ ફોટો પોસ્ટ કરી શકશે

આ વર્ષે ટોક્યોમાં ઓલિમ્પિક-2020નું આયોજન થઈ રહ્યું છે. જેમાં ભારતમાંથી પણ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. એવામાં આ ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન માટે ખેલ મંત્રાલય તરફથી ખેલ મહાકુંભ અંતર્ગત #Cheer4 India કેમ્પેઈન ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ સહિત જુદા જુદા શહેરોમાં સેલ્ફી પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે.

ભારત સરકારે #Cheer4 India કેમ્પેઈન શરૂ કર્યું
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર રિવરફ્રન્ટ હાઉસની બાજુમાં આ સેલ્ફી પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો છે. જ્યાં જઈને લોકો સેલ્ફી લઈ શકશે અને સોશિયલ મીડિયા પર #Cheer4 India કેમ્પેઈન અંતર્ગત પોસ્ટ કરીને ગુજરાત તથા દેશના ખેલાડીઓને પ્રોત્સાહન આપશે.

ગુજરાતમાંથી ઓલિમ્પિક-પેરાલિમ્પિકમાં જનારી ગુજરાતની દીકરીઓ
ગુજરાતમાંથી ઓલિમ્પિક-પેરાલિમ્પિકમાં જનારી ગુજરાતની દીકરીઓ

ગુજરાતમાંથી 6 મહિલા ખેલાડીઓ સિલેક્ટ થઈ
ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યમાંથી 6 ખેલાડીઓ આગામી ઓલિમ્પિક રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેનાથી પણ વિશેષ, પહેલીવાર ગુજરાતની એક સાથે 6 દીકરીઓ ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થઈ છે. જે ગુજરાત સહિત દેશ માટે ગૌરવની બાબત છે. 23મી જુલાઇથી ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ 2021માં ગુજરાતની એક સાથે 6 મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે.

ઓલિમ્પિક-પેરાલિમ્પિકમાં ગુજરાતમાંથી ખેલાડીઓ
ગુજરાતની 6 દીકરીઓ જેમાં માના પટેલ સ્વિમિંગમાં, ઈલાવેનિલ વલારીવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનિસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ-ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરાલિમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.