તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સસરાના દુષ્કર્મથી રહેલો ગર્ભ પડાવવા પુત્રવધૂએ અરજી કરી, સેશન્સ કોર્ટે તબીબોનો અભિપ્રાય મગાવ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ રિપોર્ટ 13મીએ રજૂ કરવા કોર્ટનો નિર્દેશ

દાણીલીમડા વિસ્તારમાં સસરાએ આચરેલા દુષ્કર્મથી રહેલો ગર્ભ પડાવવા માટે પુત્રવધૂએ સેશન્ટ કોર્ટમાં અરજી કરી છે. કોર્ટે આ અરજી પર સિવિલ હોસ્પિટલના બે ડોક્ટરનો અભિપ્રાય મગાવવા નિર્દેશ કર્યો છે.

સસરાએ આચરેલા દુષ્કર્મથી ચાર માસનો ગર્ભ રહી જતાં પીડિત પુત્રવધૂૂએ ગર્ભ પડાવી દેવા સેશન્સ કોર્ટમાં દાદ માગી છે. પુત્રવધૂની દાદને ધ્યાનમાં રાખીને કોર્ટે તપાસ અધિકારીને પીડિતાની સિવિલ હોસ્પિટલના બે તબીબો દ્વારા તપાસ કરાવવામાં આવે તેમ જણાવી તે અંગેનો મેડિકલ રિપોર્ટ 13 જુલાઈએ કોર્ટમાં રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

દાણીલીમડામાં રહેતી 21 વર્ષીય પુત્રવધૂને તેની દીકરીને મારી નાખવાની ધમકી આપી સસરા સબીર શેખે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. સસરાએ ગુજારેલા દુષ્કર્મના કારણે પુત્રવધૂને ચાર માસનો ગર્ભ રહી ગયો હતો. સસરાના દુષ્કર્મનો ભોગ બનેલી પુત્રવધૂએ ચાર માસનો ગર્ભ રાખવા માગતી નથી અને મેડિકલ સારવાર કરાવી તેનો નિકાલ કરવામાં આવે તેવી દાદ માગી હતી. પુત્રવધૂની દાદ અંગે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, પીડિતાને રહી ગયેલો ચાર માસનો ગર્ભ રાખવો નથી તે અંગે તેણે સ્વેચ્છાએ લેખિતમાં આપ્યું છે. પીડિતા આ બાળકને જન્મ આપે તો ભવિષ્યમાં ઘણી તકલીફો ઊભી થાય તેમ છે. આથી આ ગર્ભનો નિકાલ કરવાનો આદેશ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...