તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂધસાગર ડેરી કૌભાંડ:14 કરોડના કૌભાંડમાં વાઇસ ચેરમેનની ધરપકડ, આશાબેન ઠાકોરને સેશન્સ કોર્ટે 1 દિવસના રિમાન્ડ આપ્યા

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ લઈ રહેલા આશાબેન ઠાકોરની તસવીર - Divya Bhaskar
મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ લઈ રહેલા આશાબેન ઠાકોરની તસવીર
  • જેનમ ઇન્ડસ્ટ્રી સાથે શું સાઠગાંઠ છે તેની પણ તપાસ કરાશે

મહેસાણા દૂધસાગર ડેરીના કર્મચારીઓને દિવાળી બોનસ આપવાના ઓથા હેઠળ રૂ.14 કરોડના કૌભાંડ કેસમાં વાઇસ ચેરમેન આશા ઠાકોરની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આરોપીને સેશન્સ કોર્ટમાં રજૂ કરતા એડિ.સેશન્સ જજ ડી.વી.શાહે 1 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.

મહેસાણા દૂધસાગર ડેરીમાં વર્ષ 2015માં આશા ઠાકોર વાઇસ ચેરમેન અને વર્ષ 2016-20 દરમિયાન ઇન્ચાર્જ ચેરમેન હતાં. ડેરીના કર્મચારીઓને વધુ દિવાળી બોનસ આપવાનો ઠરાવ પાછળથી ઠરાવ બુકમાં લખ્યો હતો. આરોપી આશા ઠાકોરે મેનેજીંગ ડિરેક્ટર નિશિથ બક્ષી મારફતે નાણાં મેળવી વિપુલ ચૌધરીને આપવાની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

સીઆઇડી ક્રાઇમે આશા ઠાકોરને સેશન્સ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. રિમાન્ડ સંદર્ભે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, ગુનો આચરવા માટે બે પ્રોત્સાહન પગાર ચૂકવેલ અને તે બોનસના 80 ટકા રકમ પરત લેતી વખતે દૂધ ઉત્પાદક સંઘના 30 અધિકારીઓની મદદ લીધી હતી, તેમજ બહારની વ્યક્તિઓની મદદ લીધેલી તે કોણ હતા તેની તપાસ કરવાની છે. જેનમ ઇન્ડસ્ટ્રીઝમાં ગયેલા રૂ.3 કરોડથી વધુ નાણાં ડેરીના કર્મચારીઓના બેંક એકાઉન્ટમાંથી ગયા હતા. આરોપી આશા અને જેનમ ઇન્ડસ્ટ્રીઝ સાથે શું સાંઠગાંઠ છે. તેની તપાસ કરવાની હોઇ આરોપીના રિમાન્ડ મંજૂર કરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...