તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:સસરાના દુષ્કર્મથી પુત્રવધૂને રહેલો ગર્ભ પડાવવા સેશન્સ કોર્ટનો આદેશ; ગર્ભનું સેમ્પલ લેબમાં DNA ટેસ્ટ માટે મોકલવા નિર્દેશ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 16 સપ્તાહના ગર્ભને પડાવવા માટે પુત્રવધૂએ કોર્ટમાં અરજી કરી હતી

દાણીલીમડામાં સસરાએ કરેલા દુષ્કર્મથી ગર્ભવતી બનેલી 21 વર્ષીય પુત્રવધૂનો ગર્ભ પડાવી દેવા માટે સેશન્સ કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે તપાસ અધિકારીને નિર્દેશ કર્યો છે કે, 20 સપ્તાહ પૂરાં થાય તે પહેલાં નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ પાસે ગર્ભ પડાવી, પરિણીતાને તમામ મેડિકલ સહાય પૂરી પાડવી અને ગર્ભનું સેમ્પલ લેબોરેટરીમાં ડીએનએ ટેસ્ટ માટે મોકલી આપવું.

દાણીલીમડામાં 21 વર્ષીય પુત્રવધૂને તેની નાની પુત્રીને ધાબા પરથી ફેંકી દઇને મારી નાખવાની ધમકી આપી પિતાસમાન સસરાએ જ કરેલા જધન્ય કૃત્યથી પુત્રવધૂને ગર્ભ રહ્યો હતો. પરિણીતાએ સસરાના કૃત્યથી રહેલા 16 સપ્તાહના ગર્ભને પડાવવા માટે સેશન્સ કોર્ટમાં કરેલી અરજીમાં રજૂઆત કરી હતી કે, આ ગર્ભ મારે રાખવો નથી, આ ગર્ભ ધાર્મિક, સામાજિક રીતે માન્ય નથી અને પોતે માનસિક રીતે બાળકને જન્મ આપવા તૈયાર નથી. આર્થિક રીતે પણ ગરીબ હોવાથી બાળકને જન્મ આપવા માગતી નથી. આથી આ ગર્ભ પડાવી દેવા માટે હુકમ કરવામાં આવે.

મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, સસરાના કૃત્યનો ભોગ બનેલી પુત્રવધૂ આ ગર્ભ રાખવા તૈયાર નથી. તેના ભવિષ્યને ધ્યાને રાખીને તેણે લેખિતમાં ગર્ભ પડાવી દેવાની સંમતિ દર્શાવી છે. પરિણીતા આ બાળકને જન્મ આપવા માટે સક્ષમ નથી તે વાત સાચી છે. આથી ન્યાયના હિતમાં હુકમ કરવો જોઇએ. કોર્ટે પરિણીતાની અરજીને ગ્રાહ્ય રાખી ઉપરોક્ત હુકમ કર્યો હતો.

સસરાએ પૌત્રને પણ મારવા ધમકી આપી
દાણીલીમડા સંતોષનગરમાં રહેતા આરોપી સબીર શેખ માર્ચ 2021થી 21 જૂન 2021 દરમિયાન પુત્રવધૂની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો. સસરો પુત્રવધુને દુષ્કર્મ ગુજાર્યા બાદ ધમકી આપતો હતો કે, જો આ અંગે કોઇને જાણ કરીશ તો તારી દીકરીને નીચે ફેંદી દઇશ.

મેડિકલ તપાસમાં ગર્ભવતી હોવાનું જણાયું
ભોગ બનનાર પરણિતાએ સસરા વિરુદ્ધ દુષ્કર્મની દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં 29 જૂનના રોજ પરિણીતાની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. પરણિતાની સારવાર કરનાર તબીબે તેણીને 16 અઠવાડિયાનો ગર્ભ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...