પત્રકાર સામે રાજદ્રોહ:ન્યુઝ પોર્ટલ એડિટર ધવલ પટેલના જામીન સેશન્સ કોર્ટે મંજૂર કર્યા

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધવલ પટેલ 3 દિવસમાં પાસપોર્ટ જમા કરાવવો પડશે, દેશ નહીં છોડી શકે

ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાવવાની શક્યતાને લગતા ન્યુઝ પોર્ટલ પર સમાચાર પ્રકાશિત કરનાર ધવલ પટેલને સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે. તેને 50 હજારના જાતમુચરકા પર શરતી જામીન આપ્યા છે. ધવલ પટેલ વતી આનંદ યાજ્ઞિક અને પબ્લિક પ્રોસિક્યુટર સુધીર બ્રહ્મભટ્ટ દલીલ કરી હતી. ધવલ હાલ સાબરમતી જેલમાં કેદ છે.  આ અગાઉ રાજદ્રોહની ફરિયાદ રદ કરાવવા ધવલ પટેલે હાઇકોર્ટમાં પિટિશન કરી છે. તેને વચગાળાની રાહતની સુનાવણી અંગે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી.
શું શરતો છે?

  • પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેસ અને તથ્યોને લગતી બાબતોમાં ધાકધમકી કે વચન નહીં આપી શકે
  • ટ્રાયલ કોર્ટની પૂર્વ મંજૂરી વગર ભારતમાંથી બહાર નહીં જઈ શકે
  • 3 દિવસમાં ટ્રાયલ કોર્ટમાં તેણે પાસ,પોર્ટ જમા કરાવવો પડશે. ઉપરાંત તે પાસપોર્ટ માટે કોઈ અરજી નહીં કરે તેવી એફિડેવિટ 3 દિવસમાં આપવી પડશે
  • તેને મળેલા જામીનનો તે ગેરફાયદો નહીં લઈ શકે
  • પ્રોસિક્યુશનમાં તે કોઈપણ પ્રકારની ક્ષતિ પહોચાડવાનો પ્રયાસ ન કરે
  • તે કોઈ વેબ પોર્ટલ કે કોઈપણ પ્રકારના મીડિયાનો કોઈપણ પ્રકારે ઓફેન્સિવ કામગીરી માટે ઉપયોગ નહીં કરી શકે
  • ઉપરાંત શરતોનું પાલન નહીં થાય તો જામીન આપોઆપ રદ્દ થશે.
અન્ય સમાચારો પણ છે...