AMCની સ્ટેન્ડિંગ કમિટી:એસજી હાઇવે પર આવેલા સર્વિસ રોડના દબાણોને દૂર કરાશે, પલ્લવબ્રિજની કામગીરી માત્ર 10 ટકા જ પૂર્ણ થઈ

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુકો અને ભીનો કચરો અલગ કરવા માટે થઈ અને અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હવે સૂકો અને ભીનો કચરો લોકો અલગ કરે તેના માટે ડસ્ટબિન લોકોને આપવામાં આવશે જેના માટે રૂપિયા 20 કરોડના ડસ્ટબિન ખરીદવામાં આવશે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં 91 કરોડની ગ્રાન્ટની સામે 25 કરોડ ઉપરાંત વધુ 20 કરોડના ડસ્ટબિન ખરીદવાને આજે મંજૂરી આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, લોકો સૂકો અને ભીનો કચરો અલગ કરે તેના માટે કરોડ રૂપિયાના ડસ્ટબીન ખરીદવામાં આવશે. અત્યાર સુધીમાં 14 લાખ ડસ્ટબીન વિતરણ થઈ ચૂક્યા છે. 16 લાખ ઘરો સુધી ડસ્ટબીન પહોંચાડવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.

પલ્લવ બ્રિજની કામગીરી માત્ર 10 ટકા પૂર્ણ
શહેરના 132 ફૂટ રિંગ રોડ ઉપર પલ્લવ ચાર રસ્તા પાસે ઓવરબ્રિજ બની રહ્યો છે. છેલ્લા એક વર્ષથી આ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ છે. પરંતુ બ્રિજ બનાવવાની કામગીરી ખૂબ જ ધીમી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મામલે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી કે પલ્લવ ચાર રસ્તા પાસે બનેલો ઓવરબ્રિજની કામગીરી તેમ ધીમી થઈ રહી છે. તો આ બાબતે અધિકારીઓએ પોતે તપાસ કરશે તેમ કહી દીધું હતું. જેથી કહી શકાય કે બ્રિજની કામગીરી થઈ રહી છે. ત્યાં અધિકારીઓ રાઉન્ડ જ નથી લેતા. પલ્લવ બ્રિજની કામગીરી માત્ર 10 ટકા જેટલી જ પૂર્ણ થઈ છે. બનાવવાની કામગીરી ખૂબ જ ધીમી ચાલતી હોવાથી હજારો વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

સર્વિસ રોડ ઉપર મોટું દબાણ
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના એસજી હાઇવે ઉપર આવેલા સર્વિસ રોડ ઉપર થયેલા દબાણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. એસજી હાઇવે પર ગોતા બ્રિજના છેડે આવેલા નહેરુનગર પાથરણાવાળાનું મોટું બજાર ભરાય છે. ત્યાં સર્વિસ રોડ ઉપર મોટું દબાણ કરી દેવામાં આવ્યું છે. રોડ સુધી અનેક લારી ગલ્લાના દબાણ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત લોકો ત્યાં રોડ ઉપર જ વાહન પાર્ક કરી દે છે. લારી ગલ્લાના દબાણના કારણે ત્યાં મોટો ટ્રાફિક થઈ જાય છે. આખા એસજી હાઇવે ઉપર અને ઉજાલા સર્કલ નજીક સર્વિસ રોડ ઉપર દુકાનદારો દ્વારા દબાણો કરી દેવામાં આવ્યા છે. તેમની દુકાનની આગળ જ નાની લારી/ ગલ્લાવાળાને ભાડે જગ્યા આપી અને પૈસા કમાવવામાં આવે છે. ત્યારે આવા દબાણોને દૂર કરવા માટે થઈ અને આજે એસ્ટેટ વિભાગને સુચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...