તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:સર્વિસ PMI સતત પાંચમા મહિને વધીને 49.8, નવા બિઝનેસ ઓર્ડરમાં ધારણા મુજબ વૃદ્ધિ ન થવાના અભાવે બેરોજગારીદર સતત સાતમા માસે ઘટ્યો

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RBIએ ફેબ્રુઆરીથી અત્યારસુધીમાં 115 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો, 25 બેઝિસ પોઇન્ટ ઘટવાની આશા

કોરોના મહામારીમાંથી મોટા ભાગના સેક્ટર બહાર આવવા પ્રયાસ કરી રહ્યાં છે. ભારતીય સર્વિસ સેક્ટરનો ગ્રોથ ધીમી ગતીએ આગળ વધી રહી છે. હજુ બિઝનેસ ઓર્ડરમાં ધારણા મુજબની વૃદ્ધિ નથી જેના કારણે બેરોજગારીનું પ્રમાણ હજુ જળવાઇ રહ્યું છે. જોકે, સપ્ટેમ્બર માસમાં સર્વિસ સેક્ટરનો પીએમઆઇ સતત પાંચમા માસે પોઝિટીવ રહ્યો હતો. ઈન્ડિયા સર્વિસિસ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ સપ્ટેમ્બરમાં પાંચમા મહિનામાં વધીને 49.8 રહ્યો છે જે ઓગસ્ટ માસમાં 41.8 નોંધાયો હતો.

આઇએચએસ માર્કિટ ઈન્ડિયા સર્વિસીસ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) મુજબ 50 ઉપરનો અર્થ વિસ્તરણ અને નીચેનો સ્કોર સંકોચન સૂચવે છે. આઈએચએસના ઇકોનોમિક્સ ડિરેક્ટર પોલિન ડી લિમાએ જણાવ્યું હતું કે ભારતમાં લોકડાઉન નિયમોમાં છૂટછાટને કારણે સપ્ટેમ્બરમાં સર્વિસ સેક્ટરને પુનપ્રાપ્તિ તરફ આગળ વધવામાં મદદ મળી હતી. વૃદ્ધિને અવલોકન કરનારી મોનિટર કંપનીઓએ લોકડાઉન નિયમો હળવા બનાવ્યા હોવાથી બિઝનેસ એકમો ફરીથી શરૂ થવા લાગ્યા છે. રોજગાર મોરચે સર્વિસ સેક્ટર મુજબ સતત સાતમા મહિનામાં રોજગારમાં ઘટાડો જોવા મળ્યો હતો. કિંમતોમાં સતત વધારો થવા સાથે સપ્ટેમ્બરમાં ઇનપુટ કોસ્ટમાં પણ વધારો થયો હતો. ફુગાવાનો દર એકંદરે સાત મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો છે. છતાં મોટા ભાગની કંપનીઓ વૃદ્ધિની સંભાવનાને લઈને આશાવાદી છે.

સર્વિસ અને મેન્યુફેક્ચરીંગ સેક્ટરનો ગ્રોથ ઓગસ્ટમાં વધીને 46.0 અને સપ્ટેમ્બરમાં 54.6 પહોંચ્યો છે. જે ખાનગી ક્ષેત્રના અર્થતંત્રમાં પ્રવૃત્તિના વિકાસના નોંધપાત્ર દરને દર્શાવે છે. મહામારીને ડામવા માટે આકર્ષક નવી પોલિસીની કરવામાં આવેલ જાહેરાત અને અર્થતંત્રને વેગ આપવા માટે આપવામાં આવેલ રાહત પેકેજના કારણે જીડીપી ગ્રોથમાં ઝડપી વૃદ્ધિ થવાનો આશાવાદ છે.

આરબીઆઈની બેઠક આજથી, વ્યાજદર ઘટાડા પર નજર
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની નવરચિત મોનેટરી પોલિસી કમિટીની ત્રિદિવસીય બેઠક આજથી શરૂ થઈ છે. નિષ્ણાતો વ્યાજદરમાં ઘટાડો થવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. 28 સપ્ટેમ્બરના રોજ આરબીઆઈએ 29 સપ્ટેમ્બરે યોજાનારી એમપીસી બેઠક સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. કારણકે, સ્વતંત્ર સભ્યોની નિમણૂકમાં વિલંબના પગલે નિર્ણયોમાં છ સભ્યોની બેઠકમાં ચારની સહમતિ હોવી જરૂરી છે. બાદમાં આરબીઆઈએ 3 સ્વતંત્ર સભ્યોની નિમણૂક કરી 7થી 9 ઓક્ટોબરના રોજ દ્રિમાસિક મોનેટરી પોલિસીની બેઠક યોજવા જાહેરાત કરી હતી. એમપીસી બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત 9 ઓક્ટોબરના રોજ થશે. . અગાઉ 4થી 6 ઓગસ્ટના રોજ એમપીસી બેઠક યોજાઈ હતી. જેમાં રેપોરેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આરબીઆઈ ફેબ્રુઆરીથી અત્યારસુધીમાં 115 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરી ચૂકી છે. સરકારે એમપીસીના સભ્યો પદે ત્રણ જાણીતા અર્થશાસ્ત્રી આશિમા ગોયલ, જયંત આર. વર્મા, અને શશાંક ભીડેની નિમણૂક કરી હતી. નવા સભ્યો ચેતન ઘાટે, પામી દુઆ, અને રવિન્દ્ર ધોળકિયાના સ્થાને કાર્યરત રહેશે. આરબાઈ એક્ટ અનુસાર, એક્સટર્નલ સભ્યો ચાર વર્ષ માટે કાર્યભાર સંભાળી શકે છે. બાદમાં પુન:નિમણૂક થઈ શકે નહીં. અન્ય 3 સભ્યોમાં આરબીઆઈ ગવર્નર, ડેપ્યુટી ગવર્નર, અને આરબીઆઈ ઓફિસર સામેલ હોય છે. એમપીસીએ 31 માર્ચ, 2021 સુધીમાં વાર્ષિક ફુગાવો 4 ટકાના દરે જાળવી રાખવા આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...