તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતમાં તહેવારો બાદ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં જાણે કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં કોરોનાના કેસના બિહામણા આંકડા સામે આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરો સહિતનો સ્ટાફ પણ સંક્રમિત થયો છે. ત્યારે કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારા અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી રહી છે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિ અંગેની ચર્ચાઓ કરવામાં આવશે તેમજ કોરોનાને કાબુમાં લેવા માટેના એક્શન પ્લાન અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે. તે ઉપરાંત આગામી 23મી નવેમ્બરથી રાજ્યમાં સ્કૂલો શરુ કરવા મુદ્દે પણ ચર્ચાઓ કરવામાં આવશે.
અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિવિલમાં બેઠક કરી હતી
અમદાવાદમાં તહેવારોના માહોલ વચ્ચે છેલ્લા ૩ દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધેલી સંખ્યાની ગંભીરતા પારખી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બે દિવસ અગાઉ સિવિલ સંકુલની તમામ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો સાથે સિવિલ હોસ્પિટલ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટેની ઉપલબ્ધ તમામ સુવિધાઓ અને આગામી આયોજન વિશે વિશદ ચર્ચા કરવામાં આવી હતી.
ICU અને વેન્ટીલેટરની જરૂરિયાત ઉભી થાય તેવા અતિગંભીર સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને વધુ સધન અને સરળ સારવાર મળી રહે તે હેતુથી આ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ બેઠક બાદ નીતિન પટેલે જણાવ્યું અમે 108ને સૂચના આપી છે. નાગરિકોને વિનંતિ કરું છું કે, અમદાવાદ 1200 બેડની સિવિલ હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓ દાખલ થવાના બદલે સોલામાં દાખલ થાય, ગાંધીનગરમાં પણ તમામ સુવિધા છે તેથી 1200 પથારીની સિવિલ પર રજાઓના સમય પર કામનું ભારણ વધ્યું છે તેમાં વેઇટિંગ ન આવે.
અમદાવાદ સિવિલ સંકુલની હોસ્પિટલમાં 50 થી 100 પથારી ધરાવતા વેન્ટીલેટર વોર્ડ શરૂ કરાશે
નાયબ મુખ્યમંત્રી મુજબ ગાંધીનગર મેડીકલ કોલેજમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની 300 પથારીની વ્યવસ્થા છે. જેમાંથી 196 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. અહીં 100 વેન્ટીલેટર, આઇ.સી.યુ.ની વ્યવસ્થા છે. જેમાંથી ફક્ત 20 વેન્ટીલેટર પર દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. આગામી સમયમાં અમદાવાદ સિવિલ સંકુલની 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના ધસારાને ધ્યાને લઇને 50 થી 100 પથારી ધરાવતા વેન્ટીલેટર સહીતના અલાયદા વોર્ડ શરૂ કરવામાં આવશે.
કોરોના ટેસ્ટીંગમાં વધારો કરીને કોરોના સંક્રમણને કાબૂમાં લેવા પ્રયાસ કરાશે
નીતિન પટેલે વધુમાં ઉમેર્યું કે, અમદાવાદ સિવિલ સંકુલની 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત પ્રસૂતા અને બાળકો માટે, ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કિડની હોસ્પિટલ અને કેન્સર સાથે કોરોનાગ્રસ્તની સારવાર કરવા માટે કેન્સર હોસ્પિટલ સજ્જ છે.તહેવારો નિમિત્તે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો જણાઇ આવતા ટૂંક સમયમા જ રાજ્ય સ્તરે કોરોના ટેસ્ટીંગમાં વધારો કરીને કોરોના સંક્રમણને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં જરૂર જણાઇ આવે તો વધુ ખાનગી હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલમાં બદલવામાં આવશે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.