• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Serious Allegation On Gujarat In charge And Delhi MLA Gulab Singh, Congress Said Exploitation Of Women For Ticket And Position In Organization

AAPના નેતા પર યૌન શોષણનો આરોપ:ગુજરાત પ્રભારી અને દિલ્હીના MLA ગુલાબસિંહ પર ગંભીર આરોપ, કોંગ્રેસે કહ્યું- ટિકિટ અને સંગઠનમાં સ્થાન માટે મહિલાનું શોષણ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુલાબ સિંહ યાદવ આમ આદમી પાર્ટીના પ્રભારી ની સામે યૌન શોષણ નો કથિત આરોપ વાળો વીડિયો ને લઈને કોંગ્રેસ ના મહિલા પ્રવક્તા એ આમ આદમી પાર્ટીનું ચાલ અને ચરિત્ર કેવું છે તે સામે આવ્યું છે તેમ જણાવ્યું હતું પરંતુ આ વા ચરિત્ર હીન નેતાઓ માટે ગુજરાતમાં કોઈ સ્થાન નથી અને આવું બધું દિલ્લી માં ચલાવે તેવું ગુજરાતમાં નહિ ચલાવી દેવામાં આવે. ગુજરાતી મહિલાઓ સાથે કોઈ પણ અન્યાય થશે તેને સાંખી નહિ લેવામાં આવે તેમ જણાવ્યું હતું. પ્રગતિ આહીર પ્રવકતા કોંગ્રેસ

આમ આદમી પાર્ટી નો ચાલ ચરિત્ર સામેં આવ્યો છે..

*આપ ના પદાધિકારી ગુલાબસિંહ યાદવ સામે યૌન શોષણ નો આક્ષેપ*

ગુલાબસિંહ એ શારીરિક શોષણ કર્યું હોવાનું એક મહિલાએ આક્ષેપ કર્યા..

ચૂંટણી માં ટીકીટ આપવાની લાલચ આપીને શોષણ કરવામાં આવ્યુ..

પ્રગતિ આહીર પ્રવકતા કોંગસ

દિલ્લી નું કલચર ત્યાં જ રાખજો,આ ગાંધી અને સરદાર નું ગુજરાત છે..

ડંગા,દારૂ,ડ્રગસ અને દુષ્કર્મ ની આમ આદમી પાર્ટી છે..

બહાર થી આવેલા અને પક્ષને વોટ આપતા પહેલા એક વાર વિચારજો..

એક કિસ્સો બહાર આવ્યો છે,ઘણા કિસ્સાઓ બહાર આવશે..

ગુજરાત માટે મહિલાએ ચૂંટણી માટે ટીકીટ માગી હતી,અને શોષણ કર્યું છે..

આ મહિલાને રક્ષણ આપે તો પોલીસ ફરિયાદ કરે તો ફરિયાદ નોંધે...

પ્રગતિ અહિરે જણાવ્યું છે. કે ત્રણ ડી પર ચાલતી આવી પાર્ટીઓ ની લાલચમાં કોઈપણ મહિલાઓ આવવું નહીં.. દારૂ ડ્રગ્સ અને દંગા ત્રણ ડી ની સાથે હવે ચોથું ડી..એટલે દુષ્કર્મ પણ લાગી ગયું છે. આવી પાર્ટીઓનો સ્વીકાર ક્યારે પણ ગુજરાતની પ્રજા કરશે નહીં... અને પીડતાને ન્યાય મળે અને તેને રક્ષણ આપવામાં આવે તેવી રજુઆત રાજ્યના ગૃહ ખાતાને કરવામાં આવે એવી માંગ કોંગ્રેસ સરકાર કરી રહયી છે. .

પીડિતાની ઓળખ છતી ના થાય એ કાયદાકીય જોગવાઈ ને માન્ય રાખીને પીડતા નો ચહેરો બ્લર કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ સરકાર આવા પ્રવક્તા એ જણાવ્યું હતું કે આ સમાચાર મીડિયામાં આવ્યા પછી.. અન્ય પીડિત મહિલાઓ પણ સામે આવે તો નવાઈ નહિ.

પીડિત શોષણ નો વિડિઓ ને લઈને કોંગ્રેસ આપ પાર્ટી એ આડે હાથે લીધી છે. આવનાર વિધાન સભા ની ચૂંટણીમાં ટીકીટ નામે મહિલા નું શોષણ નો વીડિયો માં કેવા રાજકીય ઉથલ પાથલ થાય છે..તે જોવાનું રહ્યું..

અન્ય સમાચારો પણ છે...