તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરાજી રદ:સુભાષબ્રિજ RTOમાં પસંદગીના નંબરની સિરીઝ રદ, લોકોના રૂ.15 લાખ ફસાયા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • સુભાષબ્રિજ RTOમાં 350 અરજદારો અટવાયાં
 • કાર માટે 50, ટુ-વ્હીલર માટે 300 અરજી આવી હતી

સુભાષબ્રિજ આરટીઓમાં અગાઉની સિરીઝમાં બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરોના ઇ-ઓક્શન માટે વાહનમાલિકો પાસેથી અરજી મગાવાઇ હતી. પરંતુ આરટીઓએ અચાનક પસંદગીના નંબરોની જાહેર હરાજી રદ કરતાં 350 અરજદારોના રૂા.15 લાખ ફસાયા છે. નંબરોની હરાજીમાં નિયમ મુજબ છૂટના સાત દિવસ નહીં હોવાથી વાહનવ્યવહાર કમિશનરે હરાજી રદ કરી હોવાનું મનાય છે.

આરટીઓએ છૂટના સાત દિવસોને ધ્યાનમાં રાખ્યા વગર જાહેરાત કરતા ટુ-વ્હીલરમાં 300 અને કારમાં 50 અરજી આવી હતી. હરાજીની વિગતો ધ્યાનમાં આવતા વાહનવ્યવહાર કમિશનર રાજેશ મંજુ ગુસ્સે થયા હતા અને ઇ હરાજી રદ કરવા આદેશ કર્યો હતો.

પૈસા પરત મળશે
સુભાષબ્રિજ આરટીઓ બી.વી. લિંબાચિયાએ જણાવ્યું હતું કે, પસંદગીના નંબર માટે અરજી કરનાર અરજદારોને નાણાં પરત આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. અરજદારોને ટૂંકમાં નાણાં પરત મળશે. રદ કરાયેલી સિરીઝ એપ્રિલમાં ખુલશે, ત્યારે નવેસરથી અરજી મગાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો