વરસાદ ઓડિટ રિપોર્ટ:100 વર્ષના ઇતિહાસમાં સપ્ટેમ્બરમાં આ વર્ષે બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ પડ્યો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં સરેરાશ વરસાદ 85%, હજુ પણ 10%ની ઘટ, સિઝનનો 50% વરસાદ એક મહિનામાં પડી ગયો
  • સરેરાશથી ત્રણ ગણો, અગાઉ 1926માં આ મહિનામાં રેકોર્ડ 376 મીમી વરસાદ પડ્યો હતો
  • રાજ્યનાં જળાશયોમાં 74% જળસંગ્રહ, 61 ડેમ પૂર્ણ ભરેલા, 18માં 10%થી ઓછું
  • સરદાર સરોવર ડેમમાં 60 ટકાથી વધુ પાણી, આ સપ્તાહ પણ વરસાદથી ભરપૂર રહેવાની આગાહી

રાજ્યમાં સરેરાશ 85% વરસાદ થયો છે. ગત વર્ષે 27 સપ્ટેમ્બર સુધી 135% વરસાદ થયો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે 50% વરસાદ ઓછોે છે. રાજ્યમાં હજૂ પણ 10 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં આ સીઝનમાં અત્યાર સુધી થયેલા વરસાદમાં 50 ટકા વરસાદ તો એકલા સપ્ટેમ્બર મહિનામાં જ થયો છે.

સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 110 મી.મી. જેટલો વરસાદ થતો હોય છે. આ વર્ષે 340 મીમી એટલે કે સરેરાશથી ત્રણ ગણો ટકા વરસાદ થયો છે. ટકાવારીની રીતે દેશમાં સપ્ટેમ્બર માં સરેરાશની સામે સૌથી વધુ ગુજરાતમાં વરસાદ છે. ભારતીય હવામાન ખાતાાની 110 વર્ષ (1901-2010) ઓલ ઇન્ડિયા રેઇનફોલ મંથલી આંકડાઓને આધારે કરાયેલા વિશ્લેષણ મુજબ, છેલ્લા 100 વર્ષના ચોમાસાના ઇતિહાસમાં આ વર્ષે સપ્ટેમ્બરનો આ સમયગાળાનો બીજા નંબરનો સૌથી વધુ વરસાદ છે.

1926માં સપ્ટેમ્બરમાં સૌથી વધારેે સરેરાશ 15 ઇંચથી વધુ વરસાદ થયો હતો. 2013માં સરેરાશ 320 મીમી વરસાદ થયો હતો. 2019માં થયેલ 13.5 ઇંચ કરતાં આ વર્ષે સપ્ટેમ્બરમાં (14 ઇંચ) વધુ વરસાદ થયો છે. જુલાઇમાં 40 ટકા જેટલો જ્યારે ઑગસ્ટ માં 28થી 30 ટકા જેટલો વરસાદ થતો હોય છે.

વર્ષ

સપ્ટેમ્બરમાં વરસાદ (મીમી)

2021340
2020123
2,019338
2,01840
2,01762
2,016108
2,015119
2,014268
2013320
2012247
2005281
1994275
1975250
1954313
1926376
1921284

(વરસાદના આંકડાઓ ભારતીય હવામાન ખાતાની રિસર્ચ વિંગ દ્વારા તૈયાર કરાયેલા 110 વર્ષ 1901-2010 ઓલ ઇન્ડિયા રેઇનફોલ મંથલી સીરિઝમાંથી લેવામાં આવ્યા છે. અમુક વર્ષના આંકડા ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમમાંથી લેવાયેલા છે.)

લૉ પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી એટલે વધુ વરસાદ
સેન્ટ્રલ વૉટર કમિશનના વિજ્ઞાનીઓએ વરસાદની પેટર્ન પર કરેલું રિસર્ચ થિયોરિટીકલ એન્ડ એપ્લાઇડ ક્લાઇમેટોલોજીમાં પ્રકાશિત થયું હતું. જેમાં જણાવ્યા મુજબ, લૉ પ્રેશરમાં થતા ફેરાફારોને કારણે વરસાદની મંથલી પેટર્નમાં ફેરફારો જોવા મળે છે. હવામાન ખાતાના નિયામકે જણાવ્યું હતું કે, આ વખતે સપ્ટેમ્બરમાં લૉ પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી હતી જેના કારણે આ મહિને સારો વરસાદ થયો છે.

આગામી 5 દિવસ હજુ ભારે વરસાદ થશે
આગામી 5 દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 28મીએ ઉ.ગુ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં, 29મીએ દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને 30મીએ કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ થશે

અન્ય સમાચારો પણ છે...