શહેરમાં હવે માસ્ક વગર ફરતા નાગરિકોને મ્યુનિ. દ્વારા ઇ-મેમો આપવાનું પણ શરૂ કરાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં માસ્ક વગર ઘરની બહાર નીકળેલા 230 લોકોના ઘરે ઈ-મેમો મોકલવામાં આવ્યો છે. દરમિયાન શુક્રવારે માસ્ક વગર ફરતાં નાગરિકોને પકડી લઇને મ્યુનિ.એ 1.69 લાખનો દંડ સ્થળ પર જ વસૂલ્યો હતો. છેલ્લા 3 દિવસમાં મ્યુનિ. દ્વારા 2495 લોકોને પકડીને તેમની પાસેથી 4.99 લાખનો દંડ વસૂલ્યો છે.
મ્યુનિ.ની 149 જેટલી ટીમ શહેરના અલગ અલગ ઝોનમાં માસ્ક વગર ફરતા લોકોને ઝડપી તેની પાસેથી દંડ વસૂલે છે. ત્યારે શુક્રવારે મ્યુનિ.એ 847 લોકોને માસ્ક સિવાય ઝડપી તેમની પાસેથી રૂ. 1,69,400ની રકમ દંડ પેટે વસૂલી હતી. સૌથી વધારે દંડ ઉત્તર ઝોનમાં 29,200, મધ્ય ઝોનમાં 28,600 અને પૂર્વ ઝોનમાં 27,200નો દંડ વસૂલવામાં આવ્યો છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીના જણાવ્યાનુસાર, વાહન ચાલકો, દુકાન પર કે અન્ય સ્થળે માસ્ક વિના ફરતાં લોકોને ઝડપી તેમની પાસેથી દંડ વસૂલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.