તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનના અહેવાલોથી માર્કેટ પોઝિટિવ:કોરોના પહેલાંના 3 માસમાં સેન્સેક્સ 65% તૂટ્યો, કોરોના પછી 8 મહિનામાં 76% વધ્યો

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સેન્સેક્સ પહેલીવાર 45 હજાર પાર, Mcap 78 લાખ કરોડ વધ્યું

બીએસઇ સેન્સેક્સ શુક્રવારે 446.90 પોઇન્ટના ઉછાળા સાથે ઇતિહાસમાં પહેલીવાર 45000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી 45070.55 પોઇન્ટ બંધ રહ્યો હતો. તેની સાથે બીએસઇ માર્કેટકેપ પણ રૂ. 1.25 લાખ કરોડના સુધારા સાથે રૂ. 179.49 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે નિફ્ટી-50 124.65 પોઇન્ટના સુધારા સાથે 13258.55 પોઇન્ટની નવી ઊંચાઇએ બંધ રહ્યો હતો. સેન્સેક્સની આગેવાની હેઠળ બેન્કેક્સ, ટેલિકોમ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, મેટલ, ફાઇનાન્સ, રિયાલ્ટી અને સ્મોલકેપ- મિડકેપ્સમાં પણ સુધારો જારી રહ્યો હતો.

બીજા ત્રિમાસિક ગાળા માટે પ્રોત્સાહક પરીણામ
આરબીઆઇએ ટૂંકાગાળાના ધિરાણદર સતત ત્રીજીવાર યથાવત્ જાળવી રાખવા સાથે જીડીપી વૃદ્ધિદરનો અંદાજ સુધાર્યો છે. ભારતીય કંપનીઓએ બીજા ત્રિમાસિક ગાળા માટે પ્રોત્સાહક પરીણામો નોંધાવ્યા છે. એટલું જ નહિં વિદેશી નાણાકીય સંસ્થાઓની ધૂમ ખરીદી ઉપરાંત યુએસમાં સ્ટિમ્યુલસ પેકેજ ઝડપથી આવવાના આશાવાદે વૈશ્વિક શેરબજારોમાં સુધારાની પણ સ્થાનિક સેન્ટિમેન્ટ ઉપર અસર જોવા મળી હતી.

6 માસમાં સેન્સેક્સ 50 હજાર થશે
સેન્સેક્સ જાન્યુઆરી 2020માં 42 હજારની સર્વોચ્ચ સપાટીએ હતો. પરંતુ કોરોનાની એન્ટ્રી, લૉકડાઉન પછી 23 માર્ચે તૂટીને 25981 થયો. જૂન 2021 સુધીમાં 37300નું અનુમાન હતું પરંતુ ડિસેમ્બર 2020માં 45 હજાર થયો, માર્ગન સ્ટેન્લી કહે છે કે ડિસેમ્બર 2021માં 50 હજાર સુધી જઈ શકે છે.

જૂન-જુલાઈમાં 200 લાખ કરોડ થશે
બજાર વિશ્લેષકોનું માનવું છે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ જૂન-જુલાઈ 2021 સુધીમાં 200 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. 9 મહિનામાં 78 લાખ કરોડની વૃદ્ધિ આ જ સંકેત આપે છે. હાલમાં બીએસઈની કંપનીઓનું એમ-કેપ 179 લાખ કરોડનું છે.

પ્રથમ 3 માસમાં શેર 17 હજાર તૂટ્યા

વિગત20 જાન્યુ.24 માર્ચઘટાડોટકામાં
સેન્સેક્સ4227425639-16635-65
માર્કેટકેપ*159.28103.8-55.48-42.68
નિફ્ટી122317610-4621-60.72

8 માસમાં 19,500 અંક સુધર્યો

વિગત24 માર્ચ4 ડિસે.સુધારોટકા
સેન્સેક્સ25639451481950976.21
માર્કેટકેપ*103.8179.4975.6973.49
નિફ્ટી761013280567074.51
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો