શેર માર્કેટ:સેન્સેક્સ 60 હજાર નજીક, 2 દિવસમાં રોકાણકારો 5.36 લાખ કરોડ કમાયા, ઓમિક્રોનનો ભય હળવો થતાં US બજારો રેકોર્ડ ઊંચાઇ પર

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સેન્સેક્સ 673, નિફ્ટી 180 પોઇન્ટ સુધર્યા, રૂપિયો 30 પૈસા તૂટ્યો

વૈશ્વિક સ્તરે ઓમિક્રોનના કેસોની સંખ્યા ભલે ઝડપી વધી રહી હોય પરંતુ હોસ્પિટલાઇઝેશન-ડેથ રેશિયો નહીંવત્ છે એટલું જ નહીં કોવિડ અંતિમ તબક્કામાં છે જેના કારણે બજારને સપોર્ટ મળી રહ્યો છે. અમેરિકામાં કોવિડના દૈનિક 9-10 લાખ કેસ આવી રહ્યાં હોવા છતાં અમેરિકન શેરબજાર રેકોર્ડ સ્તર પર ક્વોટ થઇ રહ્યાં છે જેના પગલે ભારતીય શેરબજાર બીજા દિવસે વધુ 672.71 પોઇન્ટ વધી 60000 પોઇન્ટની સપાટી નજીક 59855.93 પોઇન્ટ બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી 179.55 પોઇન્ટના સુધારા સાથે 17805.25 બંધ રહ્યો હતો.

માર્કેટની તેજીના કારણે રોકાણકારોની મૂડી વધુ 1.86 લાખ કરોડ વધી રૂ.271.36 લાખ કરોડ પહોંચી છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં કુલ 5.36 લાખ કરોડનો વધારો થયો છે. સેન્સેક્સ બે દિવસમાં ઝડપી 1602 પોઇન્ટ જ્યારે નિફ્ટી 451 પોઇન્ટ વધી ચૂક્યો છે. વિદેશી રોકાણકારોની સતત બીજા દિવસે 1273.86 કરોડની તથા સ્થાનિક રોકાણકારોની 532.97 કરોડની આક્રમક ખરીદી રહી હતી.

બજેટ સુધી બજાર કોન્સોલિડેશન ઝોનમાં રહેશે
બજેટ સુધી માર્કેટ કોન્સોલિટેશન ઝોનમાં રહેશે. સેન્સેક્સ ઉપરમાં 61000 પોઇન્ટ અને નીચામાં ફરી 59000 પોઇન્ટ જ્યારે નિફ્ટીની રેન્જ 17500થી 18300 પોઇન્ટ રહી શકે છે. સેક્ટર મુજબ મેટલ્સ, આઇટી, કેપિટલ ગુડ્સ તથા બેન્કિંગમાં સારો ગ્રોથ રહેશે, ટુરિઝમ, ફાર્મા, હોસ્પિટાલિટી સેક્ટરમાં વેઇટ એન્ડ વોચ અપનાવવું. - જયદેવસિંહ ચુડાસમા, ઇન્વેસ્ટર પોઇન્ટ

અન્ય સમાચારો પણ છે...