કોરોનાથી સાવધાની:​​​​​​​અમદાવાદમાં ખોખરા યુથ ફેડરેશન અને પોલીસે દ્વારા વેપારીઓ અને ગ્રાહકોમાં સેનિટાઈઝરની બોટલો અને માસ્કનું વિતરણ કરાયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માસ્કનું વિતરણ કરતા પોલીસ અને યુથ ફેડરેશનના અગ્રણી કમલેશ પટેલ - Divya Bhaskar
માસ્કનું વિતરણ કરતા પોલીસ અને યુથ ફેડરેશનના અગ્રણી કમલેશ પટેલ
  • લોકોને માસ્ક પહેરીને સેનિટાઈઝરથી હાથ ધોવા ભારપૂર્વક આગ્રહ કરાયો

રવિવારે જ અમદાવાદમાં ભદ્ર પાસેના પાથરણા બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વિના જ લોકો ફરતા જોવા મળ્યા હતા. ત્યારે દિવાળીના તહેવારોમાં ખરીદી માટે ઉમટી રહેલી ભીડને ધ્યાનમાં રાખીને ફેરિયાઓ, વેપારીઓ તેમજ ખરીદી કરવા આવતા નાગરિકોને જનજાગૃતિના ભાગરૂપે માસ્ક અચુક પહેરીને સેનિટાઈઝરથી હાથ વારંવાર ધોવા માટે ખાસ ભારપૂર્વક આગ્રહ કરવામાં આવ્યો હતો.

દિવાળીના આ તહેવારમાં ભીડના કારણે કોરાનાની સંભવિત ત્રીજી લહેરને ટાળવા માટે પોલીસ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં ખોખરા પોલીસ ઈન્સપેકટર વાય.એસ ગામિત તેમજ પી.એસ.આઈ હડિયા તેમજ શી ટીમના પોલીસ જવાનોએ ખોખરાના મુખ્ય બજારોમાં માસ્ક તથા સેનિટાઈઝરની બોટલોનું વિતરણ કર્યું હતું.

પોલીસ સાથે શી ટીમ પણ જોડાઈ
પોલીસ સાથે શી ટીમ પણ જોડાઈ

પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા આ સરાહનિય કાર્યમાં ખોખરા યુથ ફેડરેશનના અગ્રણી કમલેશ પટેલ તથા સંસ્થાના કાર્યકરો પણ જોડાયા હતા અને આ જાગૃતિ અભિયાનથી લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવા જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...