તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃતતા:સિનિયર સિટિઝને ચાર મહિનામાં 1500 લોકોને સમજાવી રસી લેવડાવી, વેક્સિન લેનારામાંથી માત્ર બેને કોરોના થયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નવરંગપુરાના 62 વર્ષના વડીલ જેને મળે તેને રસીના ફાયદા સમજાવી તૈયાર કરતા હતા

સેવા કરવાના ઘણાં માધ્યમ છે, પણ સેવા કરવા ખુદને તૈયાર કરવા એ મહત્વનું છે. 62 વર્ષીય મનમોહન દીક્ષિત હાલ નિવૃત જીવન ગાળી રહ્યા છે. તેમને ન્યૂઝ પેપર વાંચવાનો ખૂબ શોખ છે. રોજેરોજ અખબારોમાં કોરોનાના કારણે થતાં મોતના સમાચારો વાંચીને તેઓ અત્યંત દુખી હતા. તેમણે વિચાર્યું કે, કોરોનાનો મૃત્યુઆંક ઘટાડવો હશે તો એક માત્ર વેક્સિન જ ઉપાય છે. પહેલી જાન્યુઆરીના દિવસથી તેમણે સામે ચાલીને સગા-સંબંધી, પરિવાર-મિત્રો અને અજાણ્યા લોકોનો સંપર્ક કરવાની શરૂઆત કરી. તેઓ દિવસ દરમિયાન જેને મળે તેને વેક્સિનના ફાયદા સમજાવી વેક્સિન લેવા પ્રોત્સાહિત કરતા હતા. તેમણે ચાર મહિનામાં 1500થી વધુ લોકોને વેક્સિન અપાવી છે.

મનમોહન દીક્ષિત
મનમોહન દીક્ષિત

નવરંગપુરામાં રહેતા મનમોહન દીક્ષિત સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલની એથિક્સ કમિટીના સભ્ય છે. તેઓ 2009થી 2014 દરમિયાન કાપડ મંત્રાલયના નેશનલ હેન્ડિક્રાફ્ટ બોર્ડના સભ્ય રહ્યા હતા. તેમણે કહ્યું કે, અત્યાર સુધી જેટલાં લોકોને તેમણે વેક્સિન અપાવી હતી. તેમાંથી ફકત બે લોકોને કોરોના થયો હતો. આ બંનેમાં સામાન્ય ચિહ્નો હતા. તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નહોતી. તેમણે ઉમેર્યું કે, વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરવા તેમણે જીવનનું લક્ષ્ય બનાવ્યું છે.

મહિલા તૈયાર થાય તો આખો પરિવાર તૈયાર થાય
મનમોહન દીક્ષિતે કહ્યું કે, વેક્સિનેશન માટે તેઓ લોકોના ઘરે જઈને સમજાવતા હતા. તેમના ધ્યાને આવ્યું કે, પરિવારમાં મહિલા વેક્સિન લેવા તૈયાર થાય તો તેની પાછળ આખો પરિવાર વેક્સિન લેવા તૈયાર થાય છે. 50થી વધુ પરિવારો એવાં હતા, જેમાં સૌ પ્રથમ મહિલાનો સંપર્ક કરવાથી પરિવારના લોકો વેક્સિન લેવા તૈયાર થયા હતા.

પહેલા વિરોધ કરનારા હવે વિનંતી કરે છે
વેક્સિનેશન અભિયાન દરમિયાન ઘણાં કમ્યુનિસ્ટ વિચારધારાના લોકોએ વેક્સિનેશનને પોલિટિકલી સ્ટંટ ગણાવ્યું હતું. તેમને ખૂબ સમજાવવા છતાં તેઓ વેક્સિન લેવા તૈયાર થતા નહોતા, પણ હવે એજ લોકો કોઈ પણ સેન્ટરમાં વેક્સિન લેવા સામેથી સંપર્ક કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...