તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:ચૂંટણી સમયે પણ સિનિયર સિટીઝનોને વેક્સિન અપાશે, ફ્રન્ટલાઇનર્સનું રસીકરણ પૂરું કરવા મ્યુનિ.ને તાકીદ

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 90 હજાર ફ્રન્ટલાઇન વોરિયર્સમાંથી અત્યાર સુધીમાં 65 હજારને કોરોના વેક્સિન અપાઈ

ચૂંટણી સમયે પણ સામાન્ય નાગરિકોને કોરોનાની વેક્સિન અપાય તેવી શક્યતા છે. આગામી રવિવાર સુધીમાં આરોગ્ય કર્મચારીઓનું રસીકરણ પૂર્ણ થવાની શક્યતા છે, જે બાદ શહેરના સિનિયર સિટીઝનોને રસી આપવાનું શરૂ કરાશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને 16 જાન્યુઆરીથી શરૂ કરેલા રસીકરણ અભિયાનમાં 90 હજાર ફ્રન્ટલાઇન વોરિયર્સને વેક્સિન આપવાની હતી, જે પૈકી 65 હજાર જેટલાને અત્યાર સુધીમાં વેક્સિન અપાઈ ચૂકી છે. જોકે રવિવાર સુધીમાં તમામ કર્મચારીઓને વેક્સિન અપાઈ જાય તેવી શક્યતા છે.

આરોગ્ય વિભાગ દ્વારા મ્યુનિ.ના કર્મચારીઓના રસીકરણનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે. જોકે હજુ પણ સફાઈ કામદારો, આઈસીડીસી વિભાગ અને અન્ય વિભાગોના ઘણા કર્મચારીઓને રસી મૂકવાની બાકી છે. બુધવારે મીટિંગનો દોર ચલાવી તમામને રસી આપવા માટે કવાયત હાથ ધરાઈ હતી, જેમાં એન્જિનિયરિંગ, ટેક્સ, એસ્ટેટ ટીડીઓ, સ્કૂલબોર્ડ સહિતના વિભાગોમાં 90 ટકા કરતાં વધુ રસીકરણ પૂર્ણ થયું છે.

રવિવાર સુધીમાં તમામ મ્યુનિ. કર્મચારીઓનું રસીકરણ પૂર્ણ કરવા નિર્દેશ અપાયા છે. ત્યાર બાદ પણ ચૂંટણીના સમય દરમિયાન 50થી વધુ વયના નાગરિકો તથા ડાયાબિટીસ, હૃદયની બીમારી ધરાવતાં લોકોના રસીકરણની કવાયત શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો