તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ ન્યૂઝ પોડ કાસ્ટ:ગુજરાત યુનિ.ની સેમેસ્ટર-1 અને GPSCની પરીક્ષા, રાજકોટમાં સગર્ભાએ એસિડ પી જિંદગી ટૂંકાવી, ગર્ભમાં રહેલાં બે બાળકનાં પણ મોત

અમદાવાદ3 મહિનો પહેલા

નમસ્કાર,
આજે મંગળવાર છે, તારીખ 6 જુલાઈ, જેઠ વદ બારશ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) ગુજરાત યુનિવર્સિટીની BA,બી.કોમ, BBA, BSC, બીએડ સેમેસ્ટર-1ની ઓફલાઈન પરીક્ષા લેવાશે.
2) રેડિયોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, સંયુક્ત ખેતી નિયામક સહિત અલગ-અલગ પોસ્ટ માટે GPSCની પરીક્ષા યોજાશે.
3) અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના કામને લઈ જીવરાજબ્રિજ આજ રાતના 10થી 10 જુલાઈના બપોરના 12 વાગ્યા સુધી બંધ.
4) ગુજરાતભરમાં ભાજપ દ્વારા યોગા કાર્યક્રમ, ભાજપ કાર્યાલય ખાતે યોગ ગુરુઓનું સન્માન કરાશે.
5) આજે ભારતમાં લોન્ચ થશે સેમસંગનો Galaxy F22 સ્માર્ટ ફોન.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચારો

1) રાજકોટમાં સગર્ભાએ એસિડ પી જિંદગી ટૂંકાવી, ગર્ભમાં રહેલાં બે બાળકોનાં પણ મોત, બનેવીએ એસિડ પીવડાવી દીધાનો સાળાનો આક્ષેપ
રાજકોટના ભીચરી અમરગઢ ગામે રહેતી અને પ્રેગ્નન્ટ એવી જીવુબેન સોલંકીએ એસિડ પી લીધું હતું. ત્યાર બાદ સારવાર દરમિયાન તેમનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. કરુણતા એ છે કે મોતને ભેટેલી જીવુબેનના પેટમાં બે સંતાન ઊછરી રહ્યાં હતાં, તેનાં પણ મોત થયાં હતાં. જીવુબેનનાં ભાઇ-ભાભીએ આક્ષેપ કર્યો કે પતિનો ત્રાસ હતો, એસિડ પીવડાવી દેવામાં આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

2) 10 દિવસ પહેલાં 25 ટકા ફી માફીની જાહેરાત પણ અમલ નહીં, વાલીઓનો આક્ષેપ-સંચાલકોને વહાલી થવા સરકાર પરિપત્ર જાહેર કરતી નથી
કોરોનાને કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે, જેને કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલ ફીમાં 25 ટકા ઘટાડો કરવાની શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે. શિક્ષણમંત્રીની જાહેરાત માત્ર જાહેરાત પૂરતી જ રહી છે, હજુ સુધી 25 ટકા ફી ઘટાડાનો અમલ કરવામાં આવ્યો નથી.

વાંચો સમાચાર વિગતવાર

3) FCIના આંકડામાં ઘટસ્ફોટ, ગુજરાતમાં 2020ની તુલનામાં વધુ 15 લાખ લોકોએ ગરીબીરેખા હેઠળનું મફત અનાજ લીધું
ગુજરાતમાં કોરોનાકાળમાં ગરીબ વધ્યા હોવાનો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI)એ જાહેર કરેલા આંકડામાં ઘટસ્ફોટ થયો છે. રાજ્યમાં એક વર્ષમાં ગરીબીરેખા હેઠળની નિઃશુલ્ક અનાજ મેળવતા લોકોની સંખ્યામાં 15 લાખનો વધારો થયો છે. વર્ષ 2020માં 3 કરોડ 24 લાખ લોકો મફત અનાજ લેતા હતા, એ વધીને 3 કરોડ 41 લાખ થયા છે.

વાંચો સમાચાર વિગતવાર

4) રાજકોટમાં પિતા માનસિક બીમાર, એક જ મોબાઇલ હોવાથી ઘેર-ઘેર જઈ કામ કરતી માતા સાથે રહી કિશોરી ઓનલાઇન અભ્યાસ કરે છે
શિક્ષણ અને સગવડતાનો સંગમ હોય તો બાળક યોગ્ય રીતે અભ્યાસ કરી શકે, પરંતુ રાજકોટની કિશોરીએ આ વિધાનને ખોટું સાબિત કર્યું છે. પિતા માનસિક રીતે અસ્થિર છે, માતા રોજ ઘરે-ઘરે કામ કરવા જાય છે. ઘરમાં એક જ મોબાઈલ છે, ત્યારે અભ્યાસ કરવાની ધગશને મનમાં રાખી આ કિશોરી દરરોજ માતા સાથે જાય છે. એક તરફ માતા પારકા ઘરે કચરા-પોતાં કરે અને બીજી તરફ કિશોરી માતાના ફોનમાં ઓનલાઇન અભ્યાસ કરે છે.

વાંચો સમાચાર વિગતવાર

5) મોદી કેબિનેટનું 7 જુલાઈએ વિસ્તરણ, સિંધિયા-અનુપ્રિયા ઉપરાંત 3 પૂર્વ CMને મળી શકે છે સ્થાન
PM મોદી 7 જુલાઈએ મોદી કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે. માહિતી મુજબ, મોદી 2.0નું પ્રથમ વિસ્તરણ બુધવારે સવારે 11 વાગે થશે. કેબિનેટમાં હાલ 28 મંત્રીપદ ખાલી છે, જેને પગલે 17થી 22 સાંસદોને મંત્રીપદના શપથ લેવડાવામાં આવી શકે છે. સૂત્રો મુજબ, મોદીએ 2 દિવસ સુધી ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપા સંગઠન મહામંત્રી બીએલ સંતોષ સાથે વિસ્તરણ મુદ્દે બેઠક કરી છે.

વાંચો સમાચાર વિગતવાર

6) સ્પીકરને અપશબ્દો બોલવાના આરોપમાં મહારાષ્ટ્ર વિધાનસભામાંથી ભાજપના 12 ધારાસભ્ય એક વર્ષ માટે સસ્પેન્ડ
મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન OBC અનામતના મુદ્દે સ્પીકરની ખુરશી પર બેઠેલા ભાસ્કર જાધવની સાથે ગેરવર્તણૂક કરવાના આરોપમાં ભાજપના 12 ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે આક્ષેપ કર્યા હતો કે જ્યારે ગૃહ સ્થગિત થયું એ બાદ ભાજપના નેતા મારી કેબિનમાં આવ્યા અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટીલે મને અપશબ્દો કહ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

7) ભીમા કોરેગાંવ કેસમાં 8 મહિનાથી મુંબઈની જેલમાં બંધ સ્ટેન સ્વામીનું નિધન, હાઈકોર્ટને જણાવ્યો હતો મોતનો ડર
ભીમા કોરેગાંવ હિંસા કેસમાં ધરપકડ કરાયેલા એક્ટિવિસ્ટ ફાધર સ્ટેન સ્વામી (84)નું સોમવારે અવસાન થયું હતું. તેમના વકીલે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે રવિવારે અવસાન થયું હતું. ભીમા કોરેગાંવ હિંસા કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (NIA)એ આરોપ લગાવ્યો હતો કે સ્ટેન નક્સલવાદીઓ સાથે લિંક ધરાવે છે અને ખાસ કરીને તે પ્રતિબંધિત માઓવાદી સંગઠનના સંપર્કમાં છે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

(1) US સેના પરત જતાં જ તાલિબાન આક્રમક, મહિલાઓ એકલી બહાર ન નીકળે, પુરુષ દાઢી રાખે; અફઘાનિસ્તાનમાં કબજાવાળા વિસ્તારોમાં કાળા કાયદા લાગુ
(2) ભાજપ-શિવસેના સંબંધે સંજય રાઉતે કહ્યું- અમારું અને ભાજપનું આમિર ખાન-કિરણ જેવું, રસ્તા અલગ, પણ સંબંધો તો કાયમ
(3) રાજસ્થાનમાં સ્પીડમાં ઓવરટેક કરતાં ટ્રેલર સાથે અથડાઈ બોલેરો, 2નાં માથાં ધડથી અલગ થયાં, હાઇવેની એક બાજુ હતો ટ્રાફિકજામ

આજનો ઈતિહાસ

(1) 1901માં આજના દિવસે ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનો કોલકાતામાં જન્મ થયો હતો.
(2) 1986ની સાલમાં આજના દિવસે સ્વાતંત્ર્યસેનાની અને પૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવનરામનું નિધન થયું હતું.

અને આજનો સુવિચાર
જે માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો એવા ઘરમાં તેને સુંદર રીતે જીવતા કેમ ન આવડે?

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...