21 બેઠકો પર સેલ્ફી બુથ મૂકવામાં આવ્યા:યુવા મતદારોને આકર્ષવાની સાથે જાગુત્તિ ફેલાવવા માટે અમદાવાદ જિલ્લામાં 49 સ્થળો પર સેલ્ફી બુથ મૂકાયાં

અમદાવાદ21 દિવસ પહેલા

ફોટાંથી માંડીને સેલ્ફીનો ક્રેઝ યુવા વર્ગમાં દિન-પ્રતિદિન વધતો જાય છે. તેને ધ્યાનમાં લઇને જ ચૂંટણી પંચ- ગુજરાતના માર્ગદર્શનથી અમદાવાદ જિલ્લા ચૂંટણી પંચ દ્રારા ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણીમાં યુવા મતદારો વધુમાં વધુ મતદાન કરે તે હેતુસર તેમનામાં જાગુત્તિ ફેલાવવા તથા આકર્ષવા માટે અમદાવાદ જિલ્લાની 21 બેઠકો પર 49 સેલ્ફી બુથ ઊભાં કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાજોઠ યાત્રા તેમ જ રંગોળી, સીગ્નેચર કેમ્પેઇન વગેરે કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

દર વખતની માફક આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં પણ લોકશાહી પર્વ છે. આ પર્વમાં વધુમાં વધુ લોકો ભાગ લઇને પોતાના પસંદગીના ઉમેદવારને ચૂંટી કાઢે તે માટે ભારતીય ચૂંટણી પંચ દ્રારા મતદાતા જાગુત્તિ અભિયાન ચલાવવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ આ વખતે 1લી ઓક્ટોબર સુધી 18 વર્ષ પૂર્ણ કરનારને જ મતદાર તરીકે નોંધણી થતી હતી.

1લી જાન્યુઆરી સુધી 18 વર્ષ પૂર્ણ કરનારાને મતદાર તરીકે માન્યતા આપવામાં આવી છે. જેના કારણે ઘણાં યુવાનોને પહેલી ચૂંટણીમાં જ મતદાર તરીકે તક મળશે. જેના કારણે વધુમાં વધુ યુવાનો મતદાર તરીકે મતદાન કરીને લોકશાહી પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરે તે હેતુસર ચૂંટણી પંચ, ગુજરાતે યુવાનોને મતદાન કરવા આકર્ષી શકે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. તેના ભાગરૂપે જ અમદાવાદ જિલ્લાની 21 બેઠકોના 49 સ્થળોએ સેલ્ફી બુથ ઊભાં કર્યા છે. જેમાં યુવાનો ફોટો પડાવવાની સાથે મતદાન માટે અપીલ કરતાં હોય તેવા દ્દશ્યો સર્જાય છે. આ સેલ્ફીને પછી તેઓ સોશિયલ મીડીઆમાં મોકલીને અન્યને પણ પ્રોત્સાહિત કરતાં હોવાનું યુવાનોએ જણાવ્યું હતું. આમ આ અભિયાનમાં પંચની સાથે યુવાનો પણ આડકતરી રીતે જોડાઇ જાય છે.

શું છે સેલ્ફી બુથ - હું મતદાર છું.

લોકશાહી મતદાન અવસર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

અવસર, અનોખા ગુજરાતનો

અવસર, આપણાં સૌનો

અવસર, ગુજરાત વિધાનસભા ચૂંટણીનો

અવસર, લોકશાહીનો

જયારે અંગ્રેજીમાં પ્રાઉડ ટુ બી વોટર

માય વોટ, માય રાઇટ

વોટ ફોર બેટર ઇન્ડિયા લોકશાહીનો

- અવસર લોકશાહીનો

હું નહીં ભૂલું મતદાન કરવાનું તમે પણ, ભૂલતાં નહીં

કઇ બેઠક પર કેટલાં સેલ્ફી બુથ મૂકાયાં

ક્રમવિધાનસભા બેઠકસેલ્ફી બુથની સંખ્યાસ્થળ
139-વિરમગામ3

મામલતદાર ઓફીસ, વિરમગામ, માંડલ, દેત્રોજ

240- સાણંદ1પ્રાત કચેરી
341- ઘાટલોડિયા2

મામલતદાર ઓફીસ, ઘાટલોડિયા, સરકારી ચાવડી, બોડકદેવ

442- વેજલપુર7મામલતદાર ઓફીસ, વેજલપુર

સરકારી ચાવડી, બોડકદેવ

543- વટવા2

અર્પણ વિદ્યાલય, ઝેબર્બા વિદ્યાલય- વસ્ત્રાલ

માદહવ ઇન્ટરનેશનલ સંકુલમાધવ વિદ્યાસંકુલહિરાબારા વિદ્યાલયમહાદેવ નગર

મહિલા આઇટીઆઇ-વસ્ત્રાલ

644- એલીસબ્રીજ2કલેકટર ઓફીસ જન સેવા કેન્દ્રપાલડી ચાવડી
745- નારણપુરા1

સીટી સર્વેની ઓફીસ, મોજણી ભવન સેવા સદન, નારણપુરા

846- નિકોલ2મંગલ પાંડે હોલ,અંબિકા નગર
947- નરોડા2મામલતદાર ઓફીસ, અસારવા

મીની કાંકરિયા, નરોડા

1048- ઠક્કરબાપાનગર2સર્વોદય વિદ્યા મંદિર-મેમ્કો

સરસપુર ગુજરાતી શાલા નં. 7-8

1149- બાપુનગ3અર્બન હેલ્થ સેન્ટરજીસીએસ હોસ્પિટલ-ચામુંડા બ્રિજ

સીટી ગોલ્ડ સિનેમા- સરસપુર

1250- અમરાઇવાડી1

કે. કા. શાસ્ત્રી, ખોખરા

1351- દરિયાપુર2બચત ભવન

ઔડા ઓફીસ, ઉસ્માનપુરા

1452- જમાલપુર ખાડિયા1

સી.યુ. શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ

1553- મણિનગર1મામલતદાર ઓફીસ, મણિનગરકાંકરિયા
1654- દાણીલીમડા2

નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયૂટીની કચેરી, ગર્વમેન્ટ પોલીટેકનીક, આંબાવાડી

2) વિવેકાનંદ કોલેજ- રાયપુર

1755- સાબરમતી2ટીડીઓ કચેરી- દસક્રોઇ

જિલ્લા પંચાયત- લાલ દરવાજા

1856- અસારવા2સરકારી ચાવડી

મામલતદાર ઓફીસ, અસારવા

1957- દસક્રોઇ2નિષ્કલંકી નારાયણ સત્સંગ હોલ,

પ્રેરણા તિર્થ, પિરાણા

2058- ધોળકા4કરિયાણા બુથનાકાઇશ્રી ( સ્ટેટ ), ધોળકાનગર પાલિકા શાખાતાલુકા પંચાયત
2159- ધંધુકા4મામલતદાર ઓફીસ

તમામ તાલુકા ઓફીસ

જિલ્લામાં 54 સ્થળોએ સેલ્ફી બુથ બનાવવામાં આવ્યા
અમદાવાદ જિલ્લાના અધિક ચુંટણી અધિકારી સી.પી. પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, યુવા મતદારોને આકર્ષવા માટે અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન થાય તે માટે જિલ્લામાં આ વખતે પહેલીવાર મતદાન કરનાર હોય તેવા 93 હજાર મતદાર છે જે 18થી 19 વર્ષની વય જૂથના છે. સાથેસાથે બીજી રીતના જોવા જઇએ તો 20થી 29 વર્ષના બીજા 11 લાખ જેટલાં મતદારો છે. એ રીતના જોવા જઇએ તો 12 લાખ જેટલાં મતદારો છે. 56 લાખ મતદારોમાંથી 12 લાખ યુવા મતદારો છે. સ્વાભાવિક પણે તે લોકોને જે બાબતો આકર્ષતી હોય તેને ધ્યાનમાં રાખીને અત્યારે જિલ્લામાં જુદા જુદા સ્થળોએ 54 જેટલાં સેલ્ફી બુથ બનાવવામાં આવ્યા છે. મતદારોને આકર્ષતું હોય અને જાગુત્તિ ફેલાય અને પ્રચાર-પ્રસાર થાય. જુદા જુદા કેમ્પસમાં અગાઉ કાર્યક્રમો કર્યા છે. હજુ ધીમે ધીમે કાર્યક્રમો વધશે. આ ઉપરાંત સંકલ્પ લેવડાવાશે તેમ જ શેરી નાટકો વગેરે કાર્યક્રમો યોજવામાં આવશે.

અમદાવાદ જિલ્લામાં સરેરાશ 20 ટકા મતદારો યુવા
અમદાવાદ જિલ્લામાં કુલ મતદારો 59, 93,046 મતદારો છે. તેમાં 18થી 19 વર્ષની વયના 93,428 મતદારો છે. જયારે 20થી 29 વર્ષના 11,04, 111 મતદારો છે. આમ કુલ 11,97, 539 યુવા મતદારો છે. આમ 59, 03, 046માંથી યુવા મતદારોની સંખ્યાની ગણતરી કરવામાં આવે તો 19.98 ટકા થાય છે.

અન્ય સમાચારો પણ છે...